<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

આર્મી ચીફના હસ્‍તે લેફ્‌ટનન્‍ટ કર્નલ કમલપ્રીત સગ્‍ગી ‘વેટરન એચીવર્સ એવોર્ડ'થી સન્‍માનિત

વડોદરાના નિવૃત મહિલા સેનાના અધિકારીએ દેશનું ગૌરવ વધાર્યું : નિઃસ્‍વાર્થ સેવા અને રાષ્‍ટ્ર નિર્માણમાં યોગદાન બદલ એવોર્ડ એનાયત

રાજકોટ : મુંબઈ ખાતે આયોજિત વિશેષ સમારોહમાં ભારતીય ભૂમિદળના વડા જનરલ ઉપેન્‍દ્ર દ્વિવેદી, PVSM, AVSM ના હસ્‍તે વડોદરાના ડિસ્‍ટ્રિક્‍ટ સૈનિક વેલ્‍ફેર એન્‍ડ રિસેટલમેન્‍ટ ઓફિસર લેફ્‌ટનન્‍ટ કર્નલ કમલપ્રીત સગ્‍ગી (નિવળત)ને તેમની નિઃસ્‍વાર્થ સેવા અને રાષ્‍ટ્ર નિર્માણમાં અસાધારણ યોગદાન બદલ પ્રતિષ્ઠિત ‘વેટરન એચીવર્સ એવોર્ડ' એનાયત કરવામાં આવ્‍યો હતો. આ સિદ્ધિ મેળવનાર તેઓ પ્રથમ મહિલા ભારતીય સશષા દળના ઓફિસર વેટરન બન્‍યા છે.

આ સફળતાનો શ્રેય તેઓ તેમની ટીમને આપે છે. તેમણે દિપક તિવારી, કનુભાઇ કૌશીકજી, નિલેશભાઇ શાહ, રમેશ ડેન્‍જર, જાનકી સોની, અજીત ચૌહાણ, ભગત, મહેશ, મનુભાઇ અને કૌશલ શાહનો આભાર વ્‍યક્‍ત કરેલ. 

(2:24 PM IST)