<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

અમદાવાદ પોસ્‍ટલના સહાયક નિયામક અલ્‍પેશ શાહને ટેબલ ટેનીલમાં બ્રોન્‍ઝ

ઓલ ઈન્‍ડીયા પોસ્‍ટલ પેરા સ્‍પોર્ટસ મીટ

ગાંધીનગર, તા.૭: અમદાવાદના મુખ્‍યાલય ક્ષેત્રના પોસ્‍ટમાસ્‍ટર જનરલના કાર્યાલયના સહાયક નિયામક (પોસ્‍ટલ સર્વિસીસ) અલ્‍પેશ આર. શાહે પ્રથમ ઓલ ઈન્‍ડિયા પોસ્‍ટલ પેરા સ્‍પોર્ટ્‍સ મીટમાં ગુજરાત પોસ્‍ટલ સર્કલનું પ્રતિનિધિત્‍વ કર્યું હતું. આ સ્‍પર્ધા પોસ્‍ટ વિભાગ દ્વારા ૨૭-૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ દુર્ગમાં છત્તીસગઢ પોસ્‍ટલ સર્કલના સહયોગથી યોજાઈ હતી.

આ ર્સ્‍પધામાં ટેબલ ટેનિસમાં અલ્‍પેશ શાહે બ્રોન્‍ઝ મેડલ જીત્‍યો. દેશભરના વિવિધ પોસ્‍ટલ સર્કલનું પ્રતિનિધિત્‍વ કરતા પોસ્‍ટલ કર્મચારીઓએ સ્‍પર્ધામાં ભાગ લીધો હતો. ગુજરાત સર્કલના મુખ્‍ય પોસ્‍ટમાસ્‍ટર જનરલ અને અમદાવાદના મુખ્‍યાલય ક્ષેત્રના પોસ્‍ટમાસ્‍ટર જનરલે શ્રી શાહને તેમની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્‍યા હતા.

(3:12 PM IST)