<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

સુરતમાં છેલ્લા 10 વર્ષથી છેતરપિંડીના ગુનામાં ફરાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

આરોપીએ દુકાનના નામના બે ચેકને વટાવી પોતાના ખાતામાં 7 લાખ 3 હજાર રૂપિયા લીધા હતા. જે બાદ આરોપીએ ફરાર હતો

સુરતમાં છેલ્લા 10 વર્ષથી છેતરપિંડીના ગુનામાં ફરાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો. આરોપી 2016માં ટેક્સટાઇલ માર્કેટમાં કાપડની દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો એ દરમિયાન આરોપીએ દુકાનના નામના બે ચેકને વટાવી પોતાના ખાતામાં 7 લાખ 3 હજાર રૂપિયા લઈ લીધા હતા. જે બાદ આરોપીએ ફરાર હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમે છેતરપિંડીના આરોપીને ઝડપી સલાબતપુરા પોલીસ મથકને સોંપવા તજવીજ હાથ ધરી છે.

 

(7:05 PM IST)