News of Saturday, 7th March 2026
ગાંધીનગરના નભોઈ કેનાલમાં ઝંપલાવી 2 યુવતીઓનો આપઘાત:બંને યુવતીઓ મનપામાં ફરજ પર લાગી હતી
યુવતીઓએ કેનાલમાં ઝંપલાવતા પહેલા પરિવારને ફોન કરીને જાણ કરી હતી બાદમાં ફોન સ્વીચઓફ કરી કેનાલમાં ઝંપલાવ્યુ

ગાંધીનગરના નભોઈ કેનાલમાં ઝંપલાવી 2 યુવતીઓએ આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. બંને યુવતીઓ તાજેતરમાં જ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ પર લાગી હતી. બે યુવતીઓએ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવીને સામુહિક આપઘાત કરી લીધો હતો યુવતીઓએ કેનાલમાં ઝંપલાવતા પહેલા પરિવારને ફોન કરીને જાણ કરી હતી. અને બાદમાં ફોન સ્વીચઓફ કરી કેનાલમાં ઝંપલાવ્યુ હતું . પરિવારને જાણ થતા પરિવારજનો તાત્કાલિક કેનાલ પર પહોંચ્યા અને પોલીસને જાણ કરી હતી
સમગ્ર ઘટનાને લઈને અડાલજ અને ગાંધીનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો અને મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી પોલીસે બંને મૃતદેહનો કબ્જો લઈ પી.એમ અર્થે ખસેડ્યા હતા મૃતક યુવતીઓની ઓળખ સેજલ પટેલ અને રિપલ રાવત તરીકે થઈ છે. આ બંને યુવતીઓ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સાથે નોકરી કરતી હતી અને તેમની વચ્ચે ગાઢ મિત્રતા હોવાનું પણ સામે આવ્યું છે. બંને યુવતીઓ અમદાવાદથી અપડાઉન કરતી હતી. જોકે, બંનેએ અંતિમ પગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. નોકરીનું ભારણ, અંગત સમસ્યા કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
