તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th March 2026
આદિવાસી સમાજની પરંપરાઓ અને સંસ્કૃતિને હંમેશા આદર અને યોગ્ય સ્થાન મળવું જોઈએ: ભુપેન્દ્રભાઈ પટેલે TMC સરકારની વર્તણૂંકને વખોડી
મુખ્યમંત્રીએ જણાવ્યું કે સમાજના લોકો ભાગ લઈ શક્યા નહોતાં, જે દુર્ભાગ્યપૂર્ણ છે: આ ઘટનાને લઈને તેમણે TMC સરકારની વર્તણૂંકને દુઃખદ ગણાવી

ગાંધીનગર :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આદિવાસી સમાજના અપમાનના મુદ્દે TMC સરકારની વર્તણૂંકને લઈને કડક શબ્દોમાં પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજની પરંપરાઓ અને સંસ્કૃતિને હંમેશા આદર અને યોગ્ય સ્થાન મળવું જોઈએ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના નિવેદનમાં રાષ્ટ્રપતિના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિનું કાર્યાલય દેશની એકતા, ગૌરવ અને બંધારણીય મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી તે પ્રત્યે હંમેશા ઉચ્ચતમ આદર સાથે વર્તવું જોઈએ.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે સમાજના લોકો ભાગ લઈ શક્યા નહોતાં, જે દુર્ભાગ્યપૂર્ણ છે. આ ઘટનાને લઈને તેમણે TMC સરકારની વર્તણૂંકને દુઃખદ ગણાવી હતી. તેમણે વધુમાં કહ્યું કે દેશના આદિવાસી સમાજે હંમેશા ભારતની સંસ્કૃતિ અને પરંપરાઓને સમૃદ્ધ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે કોઈપણ સરકાર દ્વારા આદિવાસી સમાજની અવગણના થવી યોગ્ય નથી. તેમણે TMC સરકારને આ મુદ્દે સંવેદનશીલતા દાખવવા અપીલ કરી છે.
(12:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
