હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઘાટલોડિયા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું લોકાર્પણ
ઘાટલોડિયામાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનથી 1,25,000 જેટલી વસતીને પૂરતા પ્રેશરથી પાણી મળશે

અમદાવાદ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમદાવાદમાં ઘાટલોડિયા વોર્ડમાં નવનિર્મિત વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ મહાનગરપાલિકાના ઉત્તર પશ્ચિમ ઝોનના ઘાટલોડિયા વોર્ડમાં રૂ.55.31 કરોડના ખર્ચે 250 લાખ લીટર ક્ષમતાની પંપહાઉસ સાથેની ભૂગર્ભ ટાંકી તથા 25 લાખ લીટર ક્ષમતાની ઓવરહેડ ટાંકી સાથે નવું વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવામાં આવ્યું છે. ઘાટલોડિયા વિસ્તારમાં ઘાટલોડિયા બ્રિજ થઈ પાવાપુરી ચાર રસ્તા થઈ લક્ષ્મણગઢ ચાર રસ્તા થઈ સત્તાધાર ચાર રસ્તા થઈ ભૂયંગદેવ ચાર રસ્તા સુધીનો વિસ્તાર, ઘાટલોડિયા ગામતળ, કર્મચારીનગર, સી.પી.નગર, અર્જુન ટાવર, સંસ્કૃત ફ્લેટ જેવા ઘાટલોડિયા ટી.પી-2ના સમગ્ર વિસ્તારના રહીશોને પૂરતા પ્રમાણમાં પાણીનો પુરવઠો મળી રહેશે. અંદાજે 4 ચો.કિમી વિસ્તારમાં આશરે 1,25,000 જેટલી વસતીને પૂરતા પ્રેશરથી પાણી પૂરું પાડી શકાશે.
આ પ્રસંગે મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, ધારાસભ્ય શ્રી હસમુખ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી જતિન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગ દાણી સહિતના એમસીના પદાધિકારીઓ તથા AMC કમિશનર શ્રી બંછાનિધિ પાની સહિતના ઉચ્ચ અધિકારીઓ તથા ઘાટલોડિયા વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
