હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
* 'Walk for Her 2026': મહિલાઓના સ્વાસ્થ્ય માટે ડગ માંડ્યા, કેન્સર મુક્ત સમાજ તરફ મોટી પહેલ : જગદીશ વિશ્વકર્મા ની ઉપસ્થિતિ
૫૦૦૦ સ્ટેપ્સ અને એક ફ્રી ચેકઅપ! અમદાવાદના સિંધુભવન રોડ પર 'હેલ્થ વોક' દ્વારા અપાયો જાગૃતિનો સંદેશ : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી ઉજવણી

અમદાવાદ:સમગ્ર વિશ્વમાં જ્યારે ૮ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે અમદાવાદમાં મહિલાઓના આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે એક પ્રશંસનીય અને અનોખી પહેલ કરવામાં આવી છે. શહેરના પ્રખ્યાત સિંધુભવન રોડ પર આવેલા ઓક્સિજન પાર્ક ખાતે 'Walk for Her 2026' કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
મહિલાઓના સ્વાસ્થ્ય માટે ઉમટી પડ્યું જનમેદની
આ કાર્યક્રમનું આયોજન આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ ખાસ હાજરી આપી હતી અને હેલ્થ વોકથોનને પ્રોત્સાહિત કરી હતી. મોટી સંખ્યામાં શહેરના નાગરિકો, યુવાનો અને સ્વયંસેવકો આ વોકથોનમાં જોડાયા હતા અને મહિલાઓના સ્વાસ્થ્ય સુરક્ષાના સંકલ્પને ટેકો આપ્યો હતો.
સ્ટેપ્સ સાથે સેવાનો સમન્વય: અનોખો ઉદ્દેશ્ય
આ આયોજનની સૌથી મોટી અને ખાસ વિશેષતા એ હતી કે, તેમાં સહભાગી થનાર લોકોના દર ૫૦૦૦ સ્ટેપ્સ (પગલાં) પૂર્ણ થવા પર એક જરૂરિયાતમંદ મહિલાનું નિઃશુલ્ક બ્રેસ્ટ કેન્સર ચેકઅપ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉમદા વિચારને કારણે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દોડવા અને ચાલવાની સાથે એક સામાજિક જવાબદારી નિભાવવાનો આ પ્રયાસ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
બ્રેસ્ટ કેન્સર જાગૃતિ પર ભાર
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓમાં વધતા જતા બ્રેસ્ટ કેન્સરના જોખમો અને તેનાથી બચવા માટેની જાગૃતિ ફેલાવવાનો હતો. જગદીશભાઈ વિશ્વકર્માએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, સમાજમાં મહિલાઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા પ્રત્યે જાગૃત રહેવું એ આજના સમયની માંગ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
