<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

ભાજપા દ્વારા વાવ-થરાદ જિલ્લાના નવા સંગઠન માળખાની જાહેરાત: વિવિધ મોરચાના હોદ્દેદારોની નિમણૂક : જુઓ સંપૂર્ણ સૂચિ

પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની સંમતિથી જિલ્લા પ્રમુખ ડૉ. નરેશભાઇ વિહાભાઈ ઠાકોરે જાહેર કર્યું લિસ્ટ; ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રી સહિત યુવા, મહિલા અને કિસાન મોરચાના પ્રમુખોની વરણી

થરાદ: ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથેની ચર્ચા-વિચારણાના અંતે વાવ-થરાદ જિલ્લાના સંગઠનાત્મક માળખામાં મહત્વની નિમણૂકો કરવામાં આવી છે. જિલ્લા પ્રમુખ ડૉ. નરેશભાઇ વિહાભાઈ ઠાકોરે આ અંગેની સત્તાવાર જાહેરાત કરી છે. આ નિમણૂકોમાં જિલ્લાના વિવિધ તાલુકાઓ અને શહેરોના પાયાના કાર્યકરોને સ્થાન આપવામાં આવ્યું છે.
મુખ્ય સંગઠન માળખાની નિમણૂકો
જિલ્લાના મુખ્ય હોદ્દેદારોમાં અનિલકુમાર અમૃતલાલ માળી, નરેશભાઈ પ્રવીણચંદ્ર અખાણી અને ઉમિયાબેન ભમરાભાઈ સુથારનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપપ્રમુખ તરીકે તેજાભાઈ પચાણભાઈ રાજપૂત, અભેરામભાઈ રાજગોર, રમેશભાઈ ધરમશીભાઈ જાખેસરા, કલાવતીબેન મનસુખભાઈ રાઠોડ, વનરાજસિંહ બળવંતસિંહ વાઘેલા અને ઉમેદદાન આવડદાન ગઢવીની વરણી કરાઈ છે. મહામંત્રી તરીકે ડૉ. કરશનભાઈ રાણાભાઈ પટેલ, કમલેશભાઈ ભલાભાઈ આચાર્ય, મનીષભાઈ રૂડાભાઈ પ્રજાપતિ અને મેવાભાઈ ખટાણા જવાબદારી સંભાળશે. આ ઉપરાંત, મંત્રી પદ માટે દીપિકાબેન ચૌધરી, પારસબેન નરપતભાઈ ઠાકોર, લક્ષ્મણભાઈ કે. પટેલ, ગીતાબેન હિતેશભાઈ સોની, વર્ષાબેન માનસુંગપૂરી ગૌસ્વામી અને શારદાબેન વાઘજીભાઈ ભાટીની નિમણૂક થઈ છે. કોષાધ્યક્ષ તરીકે બાદરસિંહ બળવંતસિંહ ચૌહાણ અને કાર્યાલય મંત્રી તરીકે દર્શનભાઈ ભરતભાઈ જોજા (વજીર) સેવા આપશે.
સોશિયલ મીડિયા અને આઈ.ટી. વિભાગ
આધુનિક પ્રચાર પ્રસાર માટે સોશિયલ મીડિયા સંયોજક તરીકે વિનોદભાઈ મહેશભાઈ પ્રજાપતિ અને સહ સંયોજક તરીકે રવિભાઈ સોનીની વરણી કરાઈ છે. આઈ.ટી. વિભાગના સંયોજક તરીકે અલ્પેશકુમાર દેવસીભાઈ જોષી અને સહ સંયોજક તરીકે મુકેશભાઈ રાયચંદભાઈ પંડયાની નિમણૂક કરવામાં આવી છે.
વિવિધ મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓ
 * યુવા મોરચો: પ્રમુખ તરીકે અલ્પેશકુમાર ભગવાનભાઈ જોષી અને મહામંત્રી તરીકે અમુલભાઈ પિરાભાઈ દેસાઈ તથા મહેશભાઈ માનાભાઈ ચૌધરી.
 * મહિલા મોરચો: પ્રમુખ તરીકે કોકિલાબેન હીરાભાઈ પ્રજાપતિ અને મહામંત્રી તરીકે અલ્કાબેન પરષોત્તમભાઈ જોષી તથા જશોદાબેન ગિરીશભાઈ રાઠોડ.
 * કિસાન મોરચો: પ્રમુખ તરીકે રામભાઈ પ્રેમાભાઈ પટેલ અને મહામંત્રી તરીકે ઈશ્વરસિંહ વાઘેલા તથા સુબાજી વધાભાઈ ઠાકોર.
 * બક્ષીપંચ (ઓબીસી) મોરચો: પ્રમુખ તરીકે અમરતભાઈ કાળુભાઈ પંચાલ અને મહામંત્રી તરીકે જીવણગર હિરાગર ગૌસ્વામી તથા હીરાભાઈ કરશનભાઈ રબારી.
 * અનુસૂચિત જાતિ મોરચો: પ્રમુખ તરીકે નિલેશભાઈ આંબાભાઈ પરમાર અને મહામંત્રી તરીકે કુંભાભાઈ જેમલભાઈ આશલ તથા રોહિતકુમાર હંજારીભાઈ પંડયા.
 * અનુસૂચિત જનજાતિ મોરચો: પ્રમુખ તરીકે બકુલભાઈ પુનમભાઈ ભીલ અને મહામંત્રી તરીકે બાબુભાઇ રણછોડભાઇ ભીલ તથા બઘાભાઈ પ્રાગાજી ભીલ.
 * લઘુમતી મોરચો: પ્રમુખ તરીકે ઘાંચી હારૂનભાઈ રહેમાનભાઈ અને મહામંત્રી તરીકે રાઉમા બરકતભાઈ કમાલખાન તથા બલોચ અબ્દુલખાન આઈ..
આ નિમણૂકોની નકલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી સહિતના ઉચ્ચ નેતાઓને રવાના કરવામાં આવી છે. તમામ નવા નિયુક્ત હોદ્દેદારો આગામી સમયમાં સંગઠનને મજબૂત કરવા માટે કાર્યરત થશે.

(1:38 PM IST)