હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ફાઈનલ મેચમાં ભારતની ઐતિહાસિક જીત થશે : હર્ષ સંઘવી
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1.૩૫ લાખથી વધુ લોકોની હાજરીમાં રચાશે ઇતિહાસ, ભારતીય ટિમ શાનદાર પ્રદર્શન કરશે

અમદાવાદ:ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ના ફાઈનલ જંગ માટે સમગ્ર વિશ્વની નજર અત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ટકેલી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારા આ હાઈ-વોલ્ટેજ મુકાબલાને લઈને પ્રશંસકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટીમ ઈન્ડિયાની જીત અંગે મોટું નિવેદન આપ્યું છે.
૧.૩૫ લાખથી વધુ લોકોની હાજરીમાં રચાશે ઇતિહાસ
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આશા વ્યક્ત કરી છે કે આ ફાઈનલ મેચમાં ભારતની ઐતિહાસિક જીત થશે. તેમણે જણાવ્યું હતું કે, "નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૧.૩૫ લાખથી વધુ લોકોની હાજરી વચ્ચે ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરશે. આ મેચ માત્ર એક રમત નથી, પરંતુ કરોડો ભારતીયોની લાગણી છે અને આપણી ટીમ કપ જીતીને ઇતિહાસ રચશે."
સેલિબ્રિટીઝ અને ક્રિકેટપ્રેમીઓનો જમાવડો
અમદાવાદમાં ફાઈનલ મેચને લઈને અત્યારથી જ તહેવાર જેવો માહોલ છે. એરપોર્ટ પર બોલિવૂડ સેલિબ્રિટીઝ, પૂર્વ ક્રિકેટરો અને મહાનુભાવોનું આગમન શરૂ થઈ ગયું છે. મેચની ટિકિટો માત્ર ૩૦ મિનિટમાં જ વેચાઈ ગઈ હતી, જે આ મેચના ક્રેઝને દર્શાવે છે. સ્ટેડિયમની બહાર અને શહેરના મુખ્ય માર્ગો પર ક્રિકેટપ્રેમીઓ તિરંગા સાથે જોવા મળી રહ્યા છે.
સુરક્ષા અને વ્યવસ્થાના કડક આયોજન
મોટી સંખ્યામાં ભીડ અને વીવીઆઈપી મહેમાનોના આગમનને પગલે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક અને સુરક્ષાને લઈને વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જેથી કરીને રમતનો આનંદ માણવા આવતા પ્રેમીઓને કોઈ અગવડતા ન પડે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
