હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 'કાન્હા'ના આશીર્વાદ: ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવા દ્વારકાથી ખુદ બાલકૃષ્ણ પધાર્યા! હાથમાં ત્રિરંગો અને માથે લાડુ ગોપાલ જોઈ ક્રિકેટપ્રેમીઓ મંત્રમુગ્ધ
યુદ્ધના મેદાનમાં જે રીતે અર્જુનના સારથી બન્યા હતા, તેમ આજે ટીમ ઈન્ડિયાના સારથી બનવા દ્વારકાધીશ સ્ટેડિયમ પહોંચ્યા; 7 યુવાનોની અનોખી માનતા અને અતૂટ શ્રદ્ધાનો અદભૂત વીડિયો વાયરલ

અમદાવાદ: અમદાવાદના આંગણે આજે ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલા T20 વર્લ્ડ કપના ફાઈનલ મહામુકાબલામાં માત્ર ખેલાડીઓનું કૌશલ્ય જ નહીં, પણ ૧૪૦ કરોડ દેશવાસીઓની પ્રાર્થના પણ મેદાનમાં ઉતરી છે. સ્ટેડિયમમાં જ્યારે 'ચક દે ઈન્ડિયા'ના નારા ગુંજી રહ્યા છે, ત્યારે સૌનું ધ્યાન ખેંચ્યું છે દ્વારકાથી આવેલા એક ખાસ ગૃપે. આ યુવાનો સામાન્ય પ્રેક્ષકોની જેમ નહીં, પણ હાથમાં ત્રિરંગો અને માથા પર સાક્ષાત્ 'બાલકૃષ્ણ' (લાડુ ગોપાલ) ને બિરાજમાન કરીને સ્ટેડિયમ પહોંચ્યા છે.
દ્વારકાથી અમદાવાદ: આસ્થાની અતૂટ સફર
દ્વારકાના ૭ યુવાનોના આ ગૃપે એક વિશિષ્ટ માનતા માની હતી. તેઓની શ્રદ્ધા હતી કે જો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચશે, તો તેઓ દ્વારકાધીશના બાલ સ્વરૂપને પોતાની સાથે સ્ટેડિયમમાં લઈ જશે અને ત્યાં બેસીને જ લાઈવ મેચ નિહાળશે. આજે જ્યારે ભારત ફાઈનલમાં છે, ત્યારે ધોમધખતા તાપની પરવા કર્યા વગર આ યુવાનો કનૈયાને લઈને અમદાવાદ ઉમટી પડ્યા છે. તેમની આંખોમાં વિશ્વાસ છે કે જે રીતે યુગો પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન કૃષ્ણએ પાંડવોના સારથી બનીને વિજય અપાવ્યો હતો, તે જ રીતે આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ કાનો ટીમ ઈન્ડિયાનો સારથી બનીને ટ્રોફી જીતાડશે.
દરેક વિકેટ પર 'જય દ્વારકાધીશ'નો નાદ
સ્ટેડિયમની બહાર અને અંદર આ દ્રશ્ય જોઈને અન્ય ક્રિકેટ રસિયાઓ પણ ભાવવિભોર થયા હતા. યુવકોનું કહેવું છે કે, "અમે કાનાને જીતાડવા માટે જ લાવ્યા છીએ. ભારત ત્રીજી વાર વર્લ્ડ કપ જીતશે તે નક્કી છે કારણ કે હવે અમારી સાથે દ્વારકાના નાથના આશીર્વાદ છે." હાથમાં નાનકડો ત્રિરંગો પકડેલા બાલકૃષ્ણની મૂર્તિ આજે સોશિયલ મીડિયા પર આકર્ષણનું કેન્દ્ર બની છે અને લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
અમદાવાદમાં લોખંડી બંદોબસ્ત અને ભક્તિનો માહોલ
એક તરફ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને બીજી તરફ ભક્તોની આવી અતૂટ આસ્થા. સ્ટેડિયમમાં પ્રવેશતા દરેક ક્રિકેટ પ્રેમી આજે ભારતની જીત માટે પોતપોતાની રીતે પ્રાર્થના કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આજે માત્ર રમતનું મેદાન નથી રહ્યું, પણ ભક્તિ અને શક્તિનો સંગમ બની ગયું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
