હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈલોન મસ્કને ટક્કર આપશે આણંદની દીકરી: શ્વેતા પ્રજાપતિએ બનાવ્યું મગજ વાંચતું 'બ્રેન બેન્ડ', ડિપ્રેશન સામેના જંગમાં સનાતન ધર્મ અને AI ટેકનોલોજીનો અનોખો સંગમ!
ભારે તણાવ અને હોસ્પિટલના આંટાફેરામાંથી ઉભી કરી ₹50 લાખની સ્ટાર્ટઅપ સફર: 'સર્બો ટેક' દ્વારા યુવાનોને માનસિક બીમારીઓમાંથી ઉગારવાનું ભગીરથ મિશન

આણંદ :આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આજે એક એવી નારી શક્તિની વાત કરવી છે જેમણે પોતાની નબળાઈને જ પોતાની તાકાત બનાવી દીધી. આણંદની શ્વેતા પ્રજાપતિ, જે એક સમયે પોતે ગંભીર ડિપ્રેશન અને પેનિક એટેક્સનો શિકાર હતા, આજે 'સર્બો ટેક' સ્ટાર્ટઅપ દ્વારા હજારો યુવાનોના માનસિક સ્વાસ્થ્યના મશાલચી બન્યા છે. શ્વેતાએ ઈલોન મસ્કની ટેકનોલોજી જેવું જ 'બ્રેન-કોમ્પ્યુટર ઈન્ટરફેસ' (BCI) પર કામ કરી ભારતનું નામ રોશન કર્યું છે.
જ્યારે હોસ્પિટલ જ બીજું ઘર બની ગયું હતું...
MCA ના અભ્યાસ દરમિયાન શ્વેતા માનસિક તણાવના એવા ચક્રવ્યૂહમાં ફસાયા હતા કે તેમને સતત હોસ્પિટલના ચક્કર કાપવા પડતા. પરંતુ હાર માનવાને બદલે તેમણે નક્કી કર્યું કે જે પીડા પોતે ભોગવી છે, તે બીજા કોઈને ન ભોગવવી પડે. આ વિચારમાંથી જન્મી 'ન્યુરોમ' (Neurom) એપ્લિકેશન. આ એપમાં સનાતન ધર્મની પ્રાચીન પદ્ધતિઓ જેવી કે ત્રાટક, મેડિટેશન અને સાઉન્ડ થેરાપીને આધુનિક AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) સાથે જોડવામાં આવી છે.
લાખોનું કામ હજારોમાં: સ્વદેશી 'બ્રેન બેન્ડ'
શ્વેતાનું સૌથી મોટું સંશોધન છે 'બ્રેન બેન્ડ'. વિદેશમાં જે ઉપકરણ લાખો રૂપિયામાં મળે છે, શ્વેતા તેને 'મેક ઈન ઈન્ડિયા' હેઠળ માત્ર 3 થી 4 હજાર રૂપિયામાં સામાન્ય માણસ સુધી પહોંચાડવા માંગે છે. આ બેન્ડ પહેરવાથી તમે તમારી પ્રોડક્ટિવિટી અને સ્ટ્રેસ લેવલને સ્માર્ટ વોચની જેમ જ માપી શકશો. આ પ્રોજેક્ટ માટે તેમને કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી ₹50 લાખની માતબર ગ્રાન્ટ પણ મળી છે.
PM મોદી અને મુખ્યમંત્રીએ પણ બિરદાવ્યા
શ્વેતાની આ અસાધારણ સફળતાની નોંધ છેક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લીધી છે. તેમને વંદે ભારત ટ્રેનના લોન્ચિંગ સમયે પીએમ સાથે મુલાકાતનું આમંત્રણ મળ્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેમને 'Her START' બેસ્ટ ટેક સ્ટાર્ટઅપનો એવોર્ડ પણ મળ્યો છે. અત્યાર સુધીમાં તેમની એપ 10,000 થી વધુ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે.
આણંદની આ દીકરીની 8 વર્ષની સંઘર્ષમય જર્ની આજે દરેક મહિલા માટે ઉદાહરણ છે કે કેવી રીતે ટેકનોલોજીના માધ્યમથી સમાજમાં મોટું પરિવર્તન લાવી શકાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
