News of Monday, 9th March 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઢોલ નગારા ગમે ત્યારે વાગશે
સ્થાનિક ચૂંટણી વિધાનસભાનું ટ્રેલર બનશે

અમદાવાદ,તા.૯: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માર્ચ મહિનાના અંતે કે એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં જાહેર થશે. રાજકીય પક્ષોએ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કમર કસી લીધી છે. પ્રદેશ ભાજપ દ્વારા મહાનગર અને જિલ્લા પ્રભારીની જાહેરાત કરી દેવામાં આવી છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં મહામંત્રીને જ પ્રભારી ભાજપે બનાવ્યા છે. કોંગ્રેસ દ્વારા જુના જોગીઓના સહારે કમિટીની રચના કરી દીધી છે. તો આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવાર પસંદગીનું ટાઈમ ટેબલ જાહેર કરી દીધું છે. જે બતાવે છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઢોલ નગારા ગમે ત્યારે વાગશે. ગુજરાતના રાજકારણ માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રાજકીય પક્ષો માટે લિટમસ ટેસ્ટ સાબિત થશે. આ ચૂંટણી ન થાય ત્યાં સુધી સરકાર વહીવટદારના ખભાનો ઉપયોગ કરી વિકાસના કામોથી મત એકત્ર કરશે.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
