તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th March 2026
સહકારિતાના અમળત સમાન જ્યોતિન્દ્રભાઈ મહેતાનો ૭૫મો જન્મજયંતી મહોત્સવઃ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આપી ભાવવંદના
અમદાવાદના શાહીબાગમાં સહકાર ભારતી દ્વારા આયોજિત સન્માન સમારોહમાં દેશના અગ્રણી સહકારી નેતાઓની ઉપસ્થિતિઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી સહકાર ક્ષેત્ર હવે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવા સક્ષમ હોવાનું જણાવતા પ્રદેશ અધ્યક્ષ

અમદાવાદઃ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અમદાવાદના શાહીબાગ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ હોલ ખાતે સહકાર ક્ષેત્રના દિગ્ગજ અગ્રણી જ્યોતિન્દ્રભાઈ મહેતાના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સહકાર ભારતી દ્વારા આયોજિત વિશેષ સન્માન સમારોહમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે તેમણે જ્યોતિન્દ્રભાઈના વ્યક્તિત્વને બિરદાવતા જણાવ્યું હતું કે, ત્યાગ, પ્રેમ, સંસ્કાર અને સહકારિતાનું અમળત એટલે ‘જ્યોતિન્દ્ર મામા'.
છેવાડાના માણસને મજબૂત બનાવવાની નેમ
પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ સંબોધનમાં જણાવ્યું હતું કે, ૭૫ વર્ષ એ માત્ર આંકડો નથી પરંતુ અનુભવોનો નિચોડ છે. જ્યોતિન્દ્રભાઈએ સરદાર પટેલના સહકારિતાના વિચારોને મૂર્તિમંત કરી ગામડાના અને સમાજના અંતિમ વ્યક્તિને સશક્ત બનાવવા અવિરત સેવા આપી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જેવી રાષ્ટ્રવાદી સંસ્થાઓમાં કાર્યરત રહી તેમણે “If there is a will, there is a way” (જ્યાં ચાહ ત્યાં રાહ) ઉક્તિને પોતાના જીવનમાં ચરિતાર્થ કરી છે.
સહકાર મંત્રાલય દ્વારા મળી નવી દિશા
તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના દાયકાઓ પછી પ્રથમ વખત કેન્દ્રમાં અલગ ‘સહકાર મંત્રાલય'ની સ્થાપના કરી અને તેની જવાબદારી અમિતભાઈ શાહને સોંપી છે. અમિતભાઈ શાહની સ્પષ્ટ નીતિ અને મજબૂત ટીમવર્કને કારણે આજે દેશભરમાં સહકારી ચળવળને નવો વેગ મળ્યો છે. ગુજરાતના સહકારી આગેવાનોએ ‘ટાસ્ક ફોર્સ'ની જેમ કામ કર્યું હોવાથી આજે રાજ્યના ૧૬ હજાર ગામડાઓમાં માઇક્રો ATM અને સહકારી બેંકોના માધ્યમથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બન્યું છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતની ઓળખ
અમૂલ અને ઇફકો જેવી સંસ્થાઓનો ઉલ્લેખ કરતા જગદીશભાઈએ જણાવ્યું કે આજે ગુજરાતનું સહકારી માળખું વિશ્વ સ્તરે સ્પર્ધા કરવા સક્ષમ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યનું સહકાર ક્ષેત્ર ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે. ‘ભારત ટેક્ષી' જેવી નવી પહેલથી રોજગારીની મોટી ક્રાંતિ સર્જાશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે તેમણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઉપસ્થિત બહેનોને શુભેચ્છાઓ પાઠવી હતી.
મહાનુભાવોની ગરિમાપૂર્ણ હાજરી
આ સન્માન સમારોહમાં ભારત સરકારના પૂર્વ મંત્રી સુરેશ પ્રભુજી, આરએસએસ પヘમિ ક્ષેત્રના સંઘચાલક ડૉ. જયંતિલાલ ભાડેસીયા, ઇફકો અને ગૂજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, જીએસસી બેંકના ચેરમેન અજયભાઈ પટેલ તથા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડિરેક્ટર સતીષ મરાઠે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સહકાર ભારતીના અધ્યક્ષ ઉદયજી જોષી, ઉપાધ્યક્ષ કાંતિભાઈ પટેલ સહિત રાજ્યભરમાંથી વિવિધ સહકારી સંસ્થાઓના પદાધિકારીઓ અને શુભેચ્છકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
