News of Monday, 9th March 2026
ગાંધીનગરના તાકીદના સંદેશ પગલે IB વડા તરીકે ચાર્જ સાંભળવા અશોક કુમાર યાદવ રાતો રાત ગાંધીનગર પહોંચ્યા
માત્ર આપ કે કોંગ્રેસ જ નહિ, ભાજપમાં પણ કયા શું ચાલે છે? તેની માહિતી પણ બિન સતાવાર રીતે આ ips મેળવી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સુધી પહોંચાડશેઃ અકિલાએ ૬ માસ પહેલા તાજેતરમાં બદલાયેલ ips ને ગુપ્તચર વડા તરીકે મુકાશે તેવા અહેવાલ પ્રસિદ્ધ કરેલસૌરાષ્ટ્રના વિશાળ અનુભવને કારણે ડ્રગ્સ, હથિયાર, સાગર સુરક્ષા વિગેરેના અનુભવ આધારે તૈયાર કરેલા પ્લાન મુજબ અમલવારી ગુપ્તચર વડા તરીકે કરાવશે

રાજકોટ તા.૯: રાજ્ય સરકારના આંખ અને કાન જેવું પોસ્ટિંગ એટલે સ્ટેટ ઇન્ટિલિજન્સ બ્યૂરો, ચૂંટણીઓ સમયે આ જગ્યાનું મહત્વ ખૂબ વધી જાય છે, આ સ્થાન પર રાજ્ય સરકારના સહુથી વધુ વિશ્વાસુ અને ટ્રબલ શૂટર સિનિયર IPS ની નિમણૂક થાય છે, રાજ્ય સરકારે આ સ્થાન પર આગોતરા આયોજનના ભારતીય જનતા પક્ષની એડવાન્સ ચૂંટણી રણનીતિ અંતર્ગત રાજકોટ રેંજમાંથી ig અશોક કુમાર યાદવને મૂકવામાં આવ્યા છે.
ડીજીપી, લેવલની આ જગ્યા ડાઉન ગ્રેડ કરી ઇન્સ્કેક્ટર જનરલ ઓફ પોલીસ ig લેવલની કરવામાં આવી આ એક સંકેત જ રાજ્ય સરકારના અશોક કુમાર યાદવ કેટલા વિશ્વાસુ છે, તેનું પ્રમાણપત્ર છે. રાજકોટ શહેર તેમની હકુમતમાં ન હોવા છતાં ગાંધીનગરને અર્થાત ભાજપ વિરોધી કોઈ વ્યક્તિ વિશેષની કોઈ આડકતરી ફેવર કરતા હોવાનું બહાર આવ્યે આ પ્રશ્ન હલ કરવાની જવાબદારી પણ અશોક કુમાર યાદવને આપ્યાનું ips લોબીમાં ચર્ચાય છે.
ગાંધીનગરના તાકીદના આદેશથી આજે અશોક કુમાર યાદવે ચાર્જ સાંભળવા રવાના થયાનું સૂત્રો જણાવે છે.
અત્રે એ યાદ રહે કે ib વડા તરીકે અશોક કુમાર યાદવની પસંદગી થશે તેવા અહેવાલ અકિલા દ્વારા ૬ માસ અગાઉ જ પ્રસિદ્ધ થયેલ જેની પુષ્ટી થયેલ છે
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
