<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

તપોવન વિદ્યાવિહાર દિકરીઓને આધુનિક શિક્ષણની સાથે નૈતિક મુલ્‍યો પુરા પાડશેઃ હર્ષ સંઘવી

અમદાવાદ ખાતે નવું સંકુલ સમાજને સમર્પિત કરાયુ

 

 

અમદાવાદ,તા.૯:ગઇકાલે અમદાવાદના વાસણા સ્‍થિત તપોવન વિદ્યાવિહારના નવનિર્મિત સંકુલને મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ તથા નાયબ મુખ્‍યમંત્રી હર્ષભાઇ સંઘવીના હસ્‍તે દિકરીઓના શિક્ષણ માટે સમાજને સમર્પિત કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે પૂ. ગુરૂભગવંતોના ભુપેન્‍દ્રભાઇ તથા હર્ષભાઇએ આર્શીવાદ લીધા હતા.

આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવેલ કે, આજે આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ' ની સાચી ઉજવણી દીકરીઓના શિક્ષણ માટેના સંકલ્‍પને આત્‍મસાત કરીને કાર્ય કરી રહેલી સંસ્‍થાના ઉમદા પ્રકલ્‍પના પ્રારંભ સાથે કરી. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈની પ્રેરક ઉપસ્‍થિતિમાં અમદાવાદ ખાતે ‘શ્રીમતી કંચનબેન ભીખાલાલ શાહ તપોવન વિદ્યા વિહાર' દીકરીઓના શિક્ષણ માટે સમાજને સમર્પિત કર્યું.

આ પ્રસંગે ઉપસ્‍થિત પૂજ્‍ય આચાર્ય ભગવંતોના આશીર્વાદ ગ્રહણ કરી નવી ઊર્જાનો સંચાર થયો. સંસ્‍કાર અને શિક્ષણના સંગમ સમાન આ વિદ્યા સંકુલ દીકરીઓને આધુનિક શિક્ષણની સાથે નૈતિક મૂલ્‍યો પૂરા પાડશે. રાજ્‍ય સરકાર હંમેશા મહિલાઓના શિક્ષણ અને સુરક્ષા માટે અગ્રેસર રહી છે ત્‍યારે નારી સશક્‍તિકરણ અને કેળવણીના આ ઉમદા કાર્ય બદલ તપોવન વિદ્યાવિહારના સર્વે સભ્‍યોને અભિનંદન પાઠવું છું. (તસવીરઃ નિમિષ ગણાત્રા, ગાંધીનગર)

(3:03 PM IST)