News of Monday, 9th March 2026
સુરતમા બે મિત્રોએ કથિત રીતે ચેટ-જીપીટી નો ઉપયોગ કરીને આત્મહત્યા કરી : વિશ્વના દિગ્ગજ ઉદ્યોગપતિ એલોન મસ્કે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પ્રતિક્રિયા આપી આશ્ચર્ય વ્યક્ત કર્યું
સુરતના ડીંડોલીમાં બે બહેનપણીએ કર્યો સામૂહિક આપઘાત : 18 અને 20 વર્ષીય રોશની-જોસનાએ લીધું એનેસ્થેસિયા ઇન્જેક્શન : સુરતની આ ઘટના વૈશ્વિક સ્તરે ચર્ચામાં

સુરત તા.૯ : સુરત માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં બે મિત્રોએ કથિત રીતે ચેટ-જીપીટી નો ઉપયોગ કરીને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની ગંભીરતા જોઈને વિશ્વના દિગ્ગજ ઉદ્યોગપતિ એલોન મસ્કે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પ્રતિક્રિયા આપી આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.
સુરતના ડીંડોલી વિસ્તારમાં બનેલી એક અત્યંત આઘાતજનક ઘટનાએ હાલમાં વૈશ્વિક સ્તરે (Globally) ચર્ચા જગાવી છે. બે યુવાન બહેનપણીઓએ સાથે મળીને આપઘાત (Suicide) કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે આ બંને યુવતીઓએ આત્મઘાતી પગલું ભરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ ચેટ જીપીટીની મદદ લીધી હતી.
Surat ના ડીંડોલીમાં બે બહેનપણીની આત્મહત્યાની ઘટના આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાઈ
સુરત (Surat) ના ડીંડોલીમાં રહેતી 18 વર્ષીય રોશની શિરશાઠ અને 20 વર્ષીય જોસના ચૌધરી નામની બે બહેનપણીઓએ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાં (Bathroom) એનેસ્થેસિયાના ઇન્જેક્શન લઈને સામૂહિક આપઘાત કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે આ બંને યુવતીઓએ આપઘાત કરવા માટેની પદ્ધતિ અને જરૂરી દવાઓ વિશેની માહિતી મેળવવા માટે ચેટ જીપીટી નો ઉપયોગ કર્યો હતો. આ ટેકનોલોજીના દુરુપયોગે હવે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
એલન મસ્કનું રિએક્શન
આ ઘટનાની ગંભીરતા એટલી વધારે હતી કે વિશ્વના સૌથી મોટા ઉદ્યોગપતિ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સના (X) માલિક એલન મસ્કે પણ તેની નોંધ લીધી છે. એક્સ પર એક યુઝર દ્વારા શેર કરવામાં આવેલી આ ઘટનાની પોસ્ટને એલન મસ્કે રિટ્વીટ કરી હતી. મસ્કે આ પોસ્ટ પર પ્રતિભાવ આપતા માત્ર એક શબ્દ લખ્યો હતો, "Yikes". આ શબ્દ દ્વારા તેમણે પોતાનું આશ્ચર્ય (Surprise) અને ડર વ્યક્ત કર્યો હતો. તેમણે આ સમગ્ર મામલાને અત્યંત ગંભીર (Serious) અને ચોંકાવનારો ગણાવ્યો છે.
આ કિસ્સાએ એઆઈ (AI) ટૂલ્સની સુરક્ષા મર્યાદાઓ (Safety Boundaries) પર મોટી ચર્ચા છેડી દીધી છે. સામાન્ય રીતે ચેટ જીપીટી જેવા પ્લેટફોર્મ પર હિંસા કે આત્મહત્યાને પ્રોત્સાહન આપે તેવી માહિતી પર પ્રતિબંધ હોય છે, તેમ છતાં આ યુવતીઓ કેવી રીતે માહિતી મેળવવામાં સફળ રહી તે તપાસનો વિષય બન્યો છે.
ડિજિટલ પ્લેટફોર્મ્સ પર કડક નિયંત્રણો (Regulations) લાવવાની માંગ
સ્થાનિક પોલીસ હાલમાં આ મામલે ઊંડી તપાસ (Investigation) કરી રહી છે કે યુવતીઓએ કયા પ્રકારના પ્રશ્નો પૂછ્યા હતા અને ટેકનોલોજીએ તેમને કેવી રીતે જવાબ આપ્યા હતા. આ ઘટના બાદ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર કડક નિયંત્રણો (Regulations) લાવવાની માંગ પણ તેજ બની છે.
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
