તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 9th March 2026
ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીમાં મતગણતરી અટકી : ઉમેદવારો વતી શાંતિપૂર્ણ મતગણતરી નહીં થાય તેવો આક્ષેપ કરાયો હતો ચૂંટણી કમિશનરે 12 વકીલ ઉમેદવાર વિરુદ્ધ અરજી કરી'તી
ચૂંટણી કમિશનરે પત્રમાં રાજીનામાની ચીમકી પણ ઉચ્ચારી હતી : BCI અને ઇલેક્શન હાઈ પાવર કમિટીને પત્ર લખ્યો હતો. અગાઉ પણ મતદાન પૂર્ણ થતા હોબાળો થયો'તો

અમદાવાદ તા.૯ : ગુજરાત હાઈકોર્ટનાં ઓડિટોરિયમ ખાતે ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીની મતગણતરી થવાની હતી. જો કે, મતગણતરી દરમિયાન તણાવ સર્જાવાની શક્યતા દર્શાવાઈ હતી. ઉમેદવારો વતી શાંતિપૂર્ણ મતગણતરી નહીં થાય તેવો આક્ષેપ કરાયો હતો.
ચૂંટણી કમિશનરે 12 વકીલ ઉમેદવાર વિરુદ્ધ અરજી કરી હતી. ચૂંટણી કમિશનરે પત્રમાં રાજીનામાની ચીમકી પણ ઉચ્ચારી હતી. BCI અને ઇલેક્શન હાઈ પાવર કમિટીને પત્ર લખ્યો હતો. અગાઉ પણ મતદાન પૂર્ણ થતા હોબાળો થયો હતો.
(5:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
