News of Monday, 9th March 2026
ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ દ્વારા વિદ્યુત લોકપાલ તરીકે રાજદિપસિંહ દેવધરાની ત્રણ વર્ષ માટે નિયુક્તી
તેઓએ વિદ્યુત લોકપાલની કચેરી, સી.એમ.ટી.એસ. બિલ્ડીંગ, ટેલિફોન એક્ષચેન્જ, બીમાનગર, જીવનધામ રોડ, આંબાવાડી, અમદાવાદ ખાતે કાર્યભાર સંભાળ્યો

ગાંધીનગર :ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ દ્વારા રાજદિપસિંહ ગુમાનસિંહજી દેવધરાને વિદ્યુત લોકપાલ, અમદાવાદ તરીકે ત્રણ વર્ષના કાર્યકાળ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગના ચેરમેન પંકજ જોષી તેમજ આયોગના સભ્યઓ સમક્ષ રાજદિપસિંહ ગુમાનસિંહજી દેવધરાએ શપથવિધિ પૂર્ણ કરી વિદ્યુત લોકપાલ તરીકે ફરજ સંભાળી છે.
તેઓએ વિદ્યુત લોકપાલની કચેરી, સી.એમ.ટી.એસ. બિલ્ડીંગ, ટેલિફોન એક્ષચેન્જ, બીમાનગર, જીવનધામ રોડ, આંબાવાડી, અમદાવાદ ખાતે કાર્યભાર સંભાળ્યો હતો તેમ, ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
