<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

ઉદયપુર-અસારવા વંદેભારત ટ્રેનને યાત્રાધામ શામળાજી રોડ સ્ટેશન પર સ્ટોપ ફાળવાયું

સાંસદ શોભનાબેન બારૈયાએ કેન્દ્રિય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને કરી હતી રજૂઆત

અરવલ્લી જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીના ભક્તો માટે રેલવે વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. શામળાજી રોડ સ્ટેશન પર વંદેભારત ટ્રેનને સ્ટોપેજ ફાળવાયું છે. ઉદયપુર-અસારવા વંદેભારત ટ્રેન શામળાજી રોડ સ્ટેશન પર સ્ટોપ કરશે. સાંસદ શોભનાબેન બારૈયાએ કેન્દ્રિય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને રજુઆત કરી હતી, સાંસદની રજૂઆતને લઈ શામળાજી સહિત અરવલ્લી જિલ્લાને મોટી સુવિધા પ્રાપ્ત થઈ છે. રાજસ્થાન સહિતના શામળાજીના ભક્તોને મોટી સુવિધા પ્રાપ્ત થશે.

 

(6:58 PM IST)