<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

વડોદરામાં ભાજપનું નવું સંગઠન જાહેર થતા થયો કકળાટ : ડેસર તાલુકામાં કોઈને જવાબદારી ન મળતા રોષ ફેલાયો

ડેસરના પૂર્વ તાલુકા પ્રમુખ નરેન્દ્રસિંહ રાઉલજીએ બળાપો કાઢતાં ચર્ચાએ રાજકીય માહોલમાં જોર પકડ્યો

વડોદરામાં ભાજપનું નવું સંગઠન જાહેર થતા રાજનીતિમાં ગરમાવો ફેલાયો છે. ડેસરના પૂર્વ તાલુકા પ્રમુખ નરેન્દ્રસિંહ રાઉલજીએ સંગઠનમાં અન્યાય થયાનો આક્ષેપ કર્યો અને પોસ્ટ દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ડેસર તાલુકામાં કોઈને જવાબદારી ન મળતા રોષ ફેલાયો છે, જ્યારે વડોદરાની મહિલા નેતાને જવાબદારી આપતા સોશિયલ મીડિયા પર અન્યાયનો મેસેજ વાયરલ થયો છે. નરેન્દ્રસિંહ રાઉલજીએ બળાપો કાઢતાં ચર્ચાએ રાજકીય માહોલમાં જોર પકડ્યો છે

(7:01 PM IST)