News of Monday, 9th March 2026
યાત્રાધામ પાવાગઢના હેરિટેજ સ્થાપત્યો રોશનીથી ઝળહળશે: પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
જામી મસ્જિદ, સહર કી મસ્જિદ અને લકુલીશ મંદિર ખાતે આકર્ષક લાઈટિંગની કામગીરી પૂર્ણ

અમદાવાદ : રાજ્ય સરકાર દ્વારા પાવાગઢના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા માટે વિકાસલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પાવાગઢના પ્રખ્યાત હેરિટેજ સ્થાપત્યો જેવા કે જામી મસ્જિદ, સહર કી મસ્જિદ અને લકુલીશ મંદિર ખાતે આકર્ષક લાઈટિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સમગ્ર લાઈટિંગ પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂ. 1,80,024/- નો ખર્ચ કરવામાં આવ્યો છે. આ રોશનીને કારણે રાત્રિના સમયે આ પ્રાચીન સ્થાપત્યોની સુંદરતામાં અનેરો વધારો થશે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
