News of Monday, 9th March 2026
ગુજરાત હાઈકોર્ટ અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
નવરંગપુરા પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટ પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન: વકીલો અને પક્ષકારોને તાત્કાલિક બહાર ખસેડી કોર્ટના તમામ ગેટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટ અને નવરંગપુરા સ્થિત ગ્રામ્ય કોર્ટને ઇ-મેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્ર દોડતું થયું છે. આ ધમકીભર્યા મેલમાં તમિલનાડુના એક કિસ્સાનો ઉલ્લેખ કરી બદલો લેવાની વાત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની ગંભીરતાને જોતા નવરંગપુરા પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટ પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષાના કારણોસર વકીલો અને પક્ષકારોને તાત્કાલિક બહાર ખસેડી કોર્ટના તમામ ગેટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. એડવોકેટ રોનક શાહ સહિતના કાયદાકીય નિષ્ણાતોએ AIના જમાનામાં આવી ધમકીઓ આપનારા તત્વોને ઝડપી પાડવા અને ન્યાયતંત્રની સુરક્ષા વધારવા સરકારને અપીલ કરી છે.
(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
