<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

આણંદમાં મનપાની મોટી કાર્યવાહી: 86 દુકાનો પર બુલડોઝર ફરી વળ્યું

પાલિકાની માલિકીના ઓપન સ્પેસ હેતુ માટેના કુલ 5,428 ચોરસ મીટર જમીન સંપાદિત કરી પ્લોટ ખુલ્લો કરવામાં આવ્યો

અમદાવાદ : કરમસદ-આણંદ મહાનગરપાલિકાના કમિશનરની સૂચનાથી એસ્ટેટ વિભાગ દ્વારા રેલવે સ્ટેશન પાસે આવેલ રાજા રણછોડ માર્કેટમાં વ્યાપક દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત ટી.પી. સ્કીમ નંબર 1 ના વિવિધ ફાઈનલ પ્લોટમાં ગેરકાયદેસર રીતે ઉભી કરી દેવાયેલી અંદાજે 86 જેટલી કાચી-પાકી દુકાનો તોડી પાડવામાં આવી છે. આ કાર્યવાહી દ્વારા પાલિકાની માલિકીના ઓપન સ્પેસ હેતુ માટેના કુલ 5,428 ચોરસ મીટર જમીન સંપાદિત કરી પ્લોટ ખુલ્લો કરવામાં આવ્યો છે. મનપાના એસ્ટેટ ઇન્સ્પેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે આગામી સમયમાં પણ સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની આ સખત ઝુંબેશ ચાલુ રહેશે.

(8:32 PM IST)