<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

ભરૂચના રસ્તા પર ટાંકીનું લાખો લીટર પાણી ફરી વળ્યું: રાહદારીઓ- વાહનચાલકોને હાલાકી

ઉનાળામાં પાણીની તંગી જોવા મળતી હોય ત્યારે જ પાણી વહી જતાં લોકોમાં પાલિકા સામે રોષ

ભરૂચમાં પાલિકાની બેદરકારીથી ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. ડુંગરી ટાંકીનું પાણી રસ્તા પર ફરી વળતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. ટાંકીનો વાલ્વ ખરાબ થતા ટાંકીનું પાણી ખાલી કરવા પાલિકા તંત્ર મજબૂર બન્યું છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉનાળામાં પાણીની તંગી જોવા મળતી હોય ત્યારે જ પાણી વહી જતાં લોકોમાં પાલિકા સામે રોષ જોવા મળ્યો હતો. 

 

 

(9:17 PM IST)