<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી. વિભાગ દ્વારા સંગઠન મજબૂત કરવા કવાયત: પાટણ અને ખેડા જિલ્લાના વિવિધ તાલુકાઓ માટે નવા ચેરમેનોની નિમણૂક જાહેર

ઓ.બી.સી. સમાજને સંગઠિત કરવા અને કોંગ્રેસ પક્ષની વિચારધારાને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે ડૉ. મહેશ રાજપૂત દ્વારા વિવિધ તાલુકા અને શહેર પ્રમુખોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી

રાજકોટ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓ.બી.સી. ડિપાર્ટમેન્ટ દ્વારા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત સંગઠન શક્તિને વેગ આપવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓ.બી.સી. ડિપાર્ટમેન્ટના ચેરમેન ડૉ. મહેશ રાજપૂત દ્વારા પાટણ અને ખેડા જિલ્લાના વિવિધ તાલુકા તેમજ શહેરો માટે નવા ચેરમેનોની વરણી કરવામાં આવી છે. આ નિમણૂકો દ્વારા આગામી સમયમાં પક્ષની કામગીરીને વધુ ગતિશીલ બનાવવાનો અને ઓ.બી.સી. જ્ઞાતિઓને ન્યાય અપાવવાનો ઉદ્દેશ્ય વ્યક્ત કરવામાં આવ્યો છે.

પાટણ જિલ્લાની નિમણૂકોની વિગત
પાટણ જિલ્લા કોંગ્રેસ ઓ.બી.સી. ડિપાર્ટમેન્ટના ચેરમેન દ્વારા વિવિધ તાલુકા અને શહેર માટે કરવામાં આવેલી ૧૧ નિમણૂકો નીચે મુજબ છે:

 * ચૌધરી ભુપેન્દ્રભાઈ બાવાભાઈ – ચેરમેન, પાટણ તાલુકો
 * ઠાકોર દીપકભાઈ શિવાજી – ચેરમેન, પાટણ શહેર
 * ઠાકોર દશરથજી શિવાજી – ચેરમેન, સિદ્ધપુર તાલુકો
 * દેસાઈ મોતીભાઈ પોચાભાઈ – ચેરમેન, સરસ્વતી તાલુકો
 * સુથાર દિનેશભાઈ અમૃતભાઈ – ચેરમેન, સમી તાલુકો
 * ઠાકોર દિવાનજી ચતુરજી – ચેરમેન, હારીજ તાલુકો
 * ઠાકોર દિનેશજી બાજુજી – ચેરમેન, શંખેશ્વર તાલુકો
 * ચાવડા હર્ષનભાઈ મનજીભાઈ – ચેરમેન, રાધનપુર તાલુકો
 * રાવળ અમરત નાગરભાઈ – ચેરમેન, રાધનપુર શહેર
 * આહિર ભરતભાઈ જીવાભાઈ – ચેરમેન, સાંતલપુર તાલુકો
 * ઠાકોર અભુજી જવાનજી – ચેરમેન, ચાણસ્મા તાલુકો

આ નિમણૂકોની નકલ ભાવસિંહ એલ. ઠાકોર (ચેરમેન, કોંગ્રેસ કાર્યાલય, સિદ્ધપુર) ને રવાના કરવામાં આવી છે.

ખેડા જિલ્લાની નિમણૂકોની વિગત
ખેડા જિલ્લા કોંગ્રેસ ઓ.બી.સી. ડિપાર્ટમેન્ટ હેઠળ ૮ તાલુકાઓના ચેરમેનોની નિમણૂક કરવામાં આવી છે જેની યાદી નીચે મુજબ છે:

 * મહેશ જીરાભાઈ વિઠ્ઠલભાઈ – ચેરમેન, ગલતેશ્વર તાલુકો
 * ચાવડા અનોપસિંહ ઉદેસિંહ – ચેરમેન, ઠાસરા તાલુકો
 * સોઢા પરમાર અજયકુમાર અરવિંદભાઈ – ચેરમેન, મહુધા તાલુકો
 * પરમાર શૈલેષભાઈ મનુભાઈ – ચેરમેન, નડીયાદ તાલુકો
 * રબારી ભગાભાઈ મેમાભાઈ – ચેરમેન, મહેમદાવાદ તાલુકો
 * ચૌહાણ ઘનવનસિંહ બુધાજી – ચેરમેન, કપડવંજ તાલુકો
 * સોલંકી હરેશભાઈ શાંતિલાલ – ચેરમેન, માતર તાલુકો
 * સોલંકી રાયસંગભાઈ છગનભાઈ – ચેરમેન, વસો તાલુકો

આ નિમણૂકોની જાણકારી માટે નકલ પ્રકાશસિંહ બુધાજી ચૌહાણ (ચેરમેન, કપડવંજ) ને મોકલવામાં આવી છે.

જુસ્સાથી કામ કરવા આદેશ
ડૉ. મહેશ રાજપૂતે તમામ નવનિયુક્ત ચેરમેનોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, પક્ષ દ્વારા જે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે તેને સાર્થક કરવા માટે આજથી જ જોશ અને જુસ્સા સાથે કામે લાગી જવું જરૂરી છે. ઓ.બી.સી. સમાજના પ્રશ્નોને વાચા આપવા અને સંગઠનને પાયાના સ્તરે મજબૂત કરવા માટે આ નિમણૂકો સીમાચિહ્નરૂપ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરી હતી.

(11:53 AM IST)