News of Tuesday, 10th March 2026
અમદાવાદમાં બાર કાઉન્સિલિંગ ઓફ ગુજરાતની ચૂંટણીની મતગણતરી શરૂ
રાજ્યની 23 સભ્યોની નવી બોડી માટે યોજાયેલ ચૂંટણીમાં 76 હજારથી વધુ વકીલોએ મતદાન કર્યું. 23 બેઠકો માટે કુલ 99 ઉમેદવારો જેમાં 79 પુરુષ અને 20 મહિલા ઉમેદવાર મેદાનમા

અમદાવાદમાં બાર કાઉન્સિલિંગ ઓફ ગુજરાતની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ છે. ગુજરાત હાઇકોર્ટ ખાતે આવેલા ઓડિટોરિયમમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજ્યની 23 સભ્યોની નવી બોડી માટે આ ચૂંટણી યોજાઈ હતી, જેમાં 76 હજારથી વધુ વકીલોએ મતદાન કર્યું હતું,કુલ 23 બેઠકો માટે કુલ 99 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા, જેમાં 79 પુરુષ અને 20 મહિલા ઉમેદવાર છે. 23 બેઠકોમાંથી 5 બેઠકો મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી હતી. રાજ્યમાં સરેરાશ મતદાન 52 ટકા રહ્યું. ચુસ્ત સુરક્ષા અને પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરીનું કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે. નવા પ્રતિનિધિઓ આગામી 5 વર્ષ માટે નિયુક્ત થઈ શકે છે.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
