તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 10th March 2026
અમદાવાદમાં GLS કોલેજની બહાર કારમાં તોડફોડ :બુટલેગર લંગડાના પૌત્ર આદિત્ય રાઠોડ પર આરોપ
આરોપી અને તેના સાથીઓએ કોલેજ બહાર કારને તોડી નુકસાન પહોંચાડ્યું:હત્યાનો પ્રયાસ અને મિલકતને નુકસાન પહોંચાડવાના મુદ્દે FIR દાખલ

અમદાવાદમાં GLS કોલેજની બહાર એક કારમાં તોડફોડની ઘટના બની છે. આ ઘટનામાં કુખ્યાત બુટલેગર લંગડાના પૌત્ર આદિત્ય રાઠોડ પર આરોપ છે. આરોપી અને તેના સાથીઓએ કોલેજ બહાર કારને તોડી નુકસાન પહોંચાડ્યું હોવાનું જાણવા મળ્યું છે. નવરંગપુરા પોલીસે કારમાં તોડફોડના મામલે ગુનો નોંધ્યો છે. હત્યાનો પ્રયાસ અને મિલકતને નુકસાન પહોંચાડવાના મુદ્દે FIR દાખલ કરવામાં આવી છે. આ FIRમાં આદિત્ય રાઠોડ સહિત અન્ય બે ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
