<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

148 ગ્રામ ગાંજા સાથે મૂળ ઉતરપ્રદેશના દિપકસિહ રાજપુતને મુદામાલ સાથે સુરતની ઉધના પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન.દેસાઈના નેતૃત્વ હેઠળની સર્વેલેન્સ ટીમે ઝડપી પાડ્યો

નો ડ્રગ્સ ઈન સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગ્રહલોતનું અભિયાન નવા રેકોર્ડ પ્રસ્થાપિત કરી રહ્યું છે:

સુરત:"NO DRUG'S IN SURAT CITY" અભિયાન અંતર્ગત  148 ગ્રામ ગાંજો,કિં.રૂ.૭૪૦૦/- તથા એક મોબાઇલ ફોન જેની કિં.રૂ.૭૦૦૦/- તથા ગાંજાના વેચાણના રોકડા ૬,૫૯,૩૬૦/- મળી કુલ્લે રૂપિયા ૬,૭૩,૭૬૦/- ની મત્તાના મુદ્દામાલ સાથે ઉઘના પો.સ્ટે. સર્વેલન્સ ટીમ દ્વારા આરોપીને ઝડપી લેવાયો છે 

સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતનાઓએ "NO DRUG'S IN SURAT CITY" અભિયાનને સફળ બનાવવા અને સુરત શહેરમાંથી નાર્કોટીકસની બદીને સંપુર્ણ નેસ્ત નાબુદ કરવા ખાસ પોલીસ કમિશ્નર વાબાગ જામીર સેકટર-૧.તથા નાયબ પોલીસ કમિશ્નર .કાનન દેસાઇ "ઝોન-ર" તથા I/C મદદનીશ પોલીસ કમિશ્નર વી.એમ.જાડેજા સી ડીવીઝનનાઓએ "માદક અને કેફી દ્રવ્યો તેમજ નશાયુક્ત વસ્તુઓની હેરાફેરી તેમજ વેચાણ કરનાર ઇસમોને પકડી પાડવા સારૂ જરૂરી સુચનાઓ આપેલ.
જે અનુસંધાને પો.ઇન્સ.એસ.એન.દેસાઇ.તથા II પો.ઇન્સ.જે.એસ.ઝાંબરેનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પો.સ.ઈ.એમ.કે. ઇશરાણી તથા પો.સ.ઇ.એચ.ઝેડ.પટેલ તથા પોલીસ માણસો હ્યુમન સોર્સિસ આધારે આવા કેશો શોધી કાઢવા સારૂ વર્ક આઉટમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના આ.પો.કો.ભાવેશભાઇ દલાભાઇ નાઓએ તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમી હકીકત આધારે ઉધના પ્લોટ પ્રભુનગર પ્લોટ નં.૧૯૨ ખાતેથી એક ઇસમને ગાંજો વજન ૧૪૮ ગ્રામ કિં.રૂ.૭૪૦૦/- ની મત્તા સાથે ઝડપી પાડી આરોપી વિરુધ્ધમા ઉઘના પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૦૦૪૭૨૬૦૫૪૬/૨૦૨૬ NDPS એકટ સને ૧૯૮૫ ની કલમ..૮(સી), ૨૦(બી)||(એ),૨૯, મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ -૧૪૮ ગ્રામ ગાંજો કિંમત ३. ७४००/-મોબાઇલ ફોન નંગ -૦૧.३. ७०००/-રોકડા રકમ રૂપિયા३. ५,५८,३८०/-કુલ્લે કિંમત રૂપિયારૂ. 5,33 550/-

પકડાયેલ આરોપી (૧) દિપકસિંહ ફોજદારસિંહ રાજપુત ઉ.વ.૪૧ ધંધો-વેપાર રહે. પ્લોટ નં.૧૯૨, પ્રભુનગર, બી.આર.સી. રોડ ઉધના મુળવતન - નિકુમનપુર થાણા- બરસોઠી જીલ્લા-ઝોનપુર (ઉત્તરપ્રદેશ)
ઉધના પોલીસ સ્ટેશન, સુરત શહેર
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી પો.ઇન્સ.એસ.એન.દેસાઇ તથા II પો.ઇન્સ.જે.એસ.ઝાંબરે નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પો.સ.ઇ.એમ.કે.ઈશરાણી તથા પો.સ.ઇ. એચ.ઝેડ.પટેલ નાઓના નેતૃત્વ હેઠળ ઉધના સર્વેલન્સની ટીમ એ.એસ.આઇ મોહનસિંહ રતનસિંહ તથા અ.હે.કો.કમલેશભાઇ લીલાભાઇ તથા અ.હે.કો. અરવિંદભાઈ ઉગાભાઇ તથા અ.હે.કો.ચિરાગભાઇ પિતામ્બરભાઇ તથા અ.હે.કો.ડાયાભાઇ અરજણભાઇ તથા અ.હે.કો.પિયુષભાઈ બેમચંદભાઇ તથા અ.હે.કો.સાગરભાઇ કાળાભાઇ તથા આપો.કો.ભાવેશભાઇ દુલાભાઇ તથા અ.પો.કો.નાગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ તથા અ.પો.કો.રોશનકુમાર નિરંજનભાઈ તથા અ.પો.કો.રામદેવસિંહ મુકેશસિંહ નાઓએ ટીમ વર્કથી સારી અને પ્રશંસનિય કામગીરી કરેલ છે.

(1:02 PM IST)