<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

વડોદરામાં વેરા વસૂલાતનો ટાર્ગેટ પૂર્ણ નહીં થતા 5 ટીડીઓ અને આશરે 100 તલાટીનો પગાર રોકી દેવાતા ખળભળાટ

84 કરોડ રૂપિયાની વસૂલાતનો લક્ષ્યાંક રખાયો હતો પરંતુ અત્યાર સુધી ફક્ત 38 કરોડ રૂપિયાની જ વસૂલાત થતાં અધિકારીઓ પર લાલઆંખ

વડોદરામાં વેરા વસૂલાતનો ટાર્ગેટ પૂર્ણ ન થતાં તાલુકા વિકાસ અધિકારીઓ (TDO) અને તલાટીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ 5 TDO અને આશરે 100 તલાટીઓનો પગાર રોકી દેવાનો નિર્ણય લીધો છે. માહિતી મુજબ 84 કરોડ રૂપિયાની વસૂલાતનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો, પરંતુ અત્યાર સુધી ફક્ત 38 કરોડ રૂપિયાની જ વસૂલાત થતાં અધિકારીઓ પર લાલઆંખ કરવામાં આવી છે. અગાઉ નોટિસ આપ્યા બાદ પણ ચાર મહિના સુધી કામગીરીમાં સુધારો ન જોવા મળતાં આ કાર્યવાહી કરવામાં આવી છે. પગાર રોકી દેવાતા સંબંધિત અધિકારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.

(1:24 PM IST)