હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરતમાં ૯૨૦ કરોડથી વધુના પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના હસ્તે ભેટ : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતી

સુરત, તા.૧૦ઃ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસને વેગ આપતા રૃ.૯૨૦ કરોડથી વધુના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કેન્દ્રીય જળશકિત પ્રધાન સી.આર. પાટીલ અને ઉપ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. રૃ.૧૮૭.૧૭ કરોડના ખર્ચે તૈયાર થયેલ ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેકટના પેકેજ-૧નું ઉદ્ઘાટન કરી તેને સુરતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
આ સાથે જ વરિયાવ અને રાંદેરમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વેસુમાં અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક, ભેસ્તાન અને પાલનપોરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના આવાસ તથા વિન્ડ પાવર પ્લાન્ટ સહિત કુલ રૃ.૬૭૩.૧૨ કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે હર્ષ સંઘવીએ પાંચ વર્ષ સુધી સુરતમાં ઐતિહાસિક કામ કરવા બદલ સુરત મહાનગરપાલિકાના તંત્ર, અધિકારીઓ અને કર્મચારીઓને શુભેચ્છા પાઠવી હતી.
જળશકિત પ્રધાન સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, જે વિવિધતા સાથે સુરત શહેરનો વિકાસ થયો છે તે બીજું કોઈ શહેર કરી શકે તેમ નથી તેવું કામ પાંચ વર્ષમાં કરવામાં આવ્યું છે. લોકોની અપેક્ષા કરતાં વધારે, જે કરીએ તેનાથી સારામાં સારું અને લોકો માંગે તે પહેલા કરીએ તેવું કામ સુરતમાં કર્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
