તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th March 2026
પં.દીનદયાળ એનર્જી યુનિવર્સિટીમાં પાણી શુદ્ધિકરણ અને વ્યવસ્થાપન વિષે આંતરરાષ્ટ્રીય પરિષદ સંપન્ન

અમદાવાદ તા.૧૦ : પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી દ્વારા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીના સહયોગથી પાણી શુધ્ધિકરણ અને વ્યવસ્થાપન વિષય પર ૫મી આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતુ.
બે દિવસીય આ પરિષદમાં અગ્રણી સંશોધકો, નીતિનિર્માતાઓ અને ઉદ્યોગ નિષ્ણાતો એકત્ર થયા હતા, જેમાં પાણી સંરક્ષણ અને વ્યવસ્થાપન સંબંધિત મહત્વપૂર્ણ પડકારો તથા તેમના ઉકેલો અંગે ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને નવી અને ઉદ્દભવતી ટેકનોલોજીકલ નવીનતાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.
પરિષદનો પ્રારંભ દીપ પ્રજ્વલન વિધિથી થયા બાદ ગૌરાંગભાઈ વ્યાસ (ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી, ગાંધીનગર મ્યુ.કોર્પોરેશન), હરીશ ખિયા (સિનિયર પ્રોજેક્ટ એક્ઝિકયુટિવ), કર્નલ (ડો.) રાકેશ કુમાર શ્રીવાસ્તવ (રજીસ્ટ્રાર) તથા પ્રોફેસર એસ. સુંદર મનોહરણ (ચીફ પેટ્રોન અને ડિરેક્ટર જનરલ), પ્રોફેસર અનિર્બિદ સિરકાર (પેટ્રોન અને ડિરેક્ટર), પ્રોફેસર અનુરાગ મુદગલ (કન્વીનર) દ્વારા પ્રાસંગીક પ્રવચન થયા હતા. પરિષદમાં કુલ ૬ સત્રો યોજાયા હતા ラ પ્રથમ દિવસે ૩ સત્રો અને બીજા દિવસે ૩ સત્રો. માત્ર પ્રથમ દિવસે જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો દ્વારા ૨૫ થી વધુ સંશોધન પેપરોની રજૂઆત તથા ૪ પોસ્ટર પ્રસ્તુતિઓ કરવામાં આવી, જેમાં અદ્યતન પાણી ડિસેલિનેશન ટેકનોલોજીથી લઈને વેસ્ટવોટર મેનેજમેન્ટ સુધીના વિષયો આવરી લેવાયા. પરિષદના અંતે પીડીઇયુના મેકેનિકલ વિભાગના વડા ડો. વિવેક પટેલે આભારવિધિ કરી હતી.
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
