<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

વાવ થરાદમાં ભાભર તાલુકાના અબાસણા ગામે પ્રેમ સંબંધમાં એક યુવકની હત્યા

ચાર દિવસથી ગુમ યુવકનો મૃતદેહ ઇન્દરવા-ચારડા કેનાલમાંથી મળ્યો :યુવતીના પરિવારજનોએ જ હત્યા કરી લાશ કેનાલમાં ફેંકી દીધી હોવાની આશંકા

વાવ-થરાદના ભાભર તાલુકાના અબાસણા ગામે પ્રેમ સંબંધમાં એક યુવકની હત્યાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ચાર દિવસથી ગુમ યુવકનો મૃતદેહ ઇન્દરવા-ચારડા કેનાલમાંથી મળી આવ્યો હતો. યુવતીના પરિવારજનોએ જ હત્યા કરી લાશ કેનાલમાં ફેંકી દીધી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે

(6:57 PM IST)