News of Tuesday, 10th March 2026
રાજ્યમાં કાળઝાળ ગરમી :અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ સહિત 9 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ: હિટવેવની ચેતવણી
કાલે કચ્છ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં તીવ્ર હીટવેવની ચેતવણી જાહેર: જો આવશ્યક ન હોય તો બપોરના સમયે બહાર જવાનું ટાળવું જોઈએ.

અમદાવાદ :ગુજરાતમાં આભમાંથી અગનગોળા વરસતા હોય તેમ આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. તેવામાં હવામાન વિભાગે અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં તીવ્ર હીટવેવની આગાહી કરી છે અને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. તેવામાં આજે અને આવતીકાલે જો આવશ્યક ન હોય તો બપોરના સમયે બહાર જવાનું ટાળવું જોઈએ.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે 10 માર્ચ 2026ના રોજ કચ્છ, મોરબી, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં તીવ્ર હીટવેવ એટલે કે તીવ્ર ઉષ્ણ લહેરની ચેતવણી જાહેર કરવામાં આવી છે જેના પગલે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. આ ઉપરાંત પોરબંદર, જામનગર, ગીર સોમનાથ અમરેલી, ભાવનગર, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ અને સુરત જિલ્લામાં હીટવેવની શક્યતા છે. જેના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહી શકે છે.
આવતીકાલે 11 માર્ચ 2026ના રોજ કચ્છ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં તીવ્ર હીટવેવની ચેતવણી જાહેર કરવામાં આવી છે જેના પગલે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. આ ઉપરાંત જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, વડોદરા અને સુરત જિલ્લામાં હીટવેવની શક્યતા છે. જેના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહી શકે છે.
12 માર્ચ 2026ના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી જિલ્લામાં હીટવેવની શક્યતા છે. જેના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહી શકે છે. આ ઉપરાંત 13 માર્ચના રોજ પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહી શકે છે. 14થી 16 માર્ચ દરમિયાન રાજ્યમાં હવામાન સામાન્ય રહેવાની હાલ હવામાન વિભાગની આગાહી છે.
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
