<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

કાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક:નવી યોજનાના ડ્રાફ્ટ-GR મુદ્દે આદેશ અપાઇ શકે

આવતીકાલે સવારે 10 વાગ્યે મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાશે :બેઠકમાં રાજ્ય સરકારના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના

ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે સવારે 10 વાગ્યે મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાનાર છે. આ બેઠકમાં રાજ્ય સરકારના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

માહિતી મુજબ બેઠકમાં બજેટ 2026-27ના ત્વરિત અમલીકરણ પર ખાસ ભાર મૂકવામાં આવશે.સરકાર દ્વારા જાહેર કરાયેલી વિવિધ યોજનાઓ ઝડપથી અમલમાં આવે તે માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી શકે છે

ખાસ કરીને નવી યોજનાઓ માટેના ડ્રાફ્ટ ગવર્નમેન્ટ રિઝોલ્યુશન (GR), ટેન્ડર પ્રક્રિયા અને વહીવટી મંજૂરી જેવી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે પણ આદેશ અપાઈ શકે છે. 

આ ઉપરાંત કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની સંભાવના છે. રવિ સીઝન દરમિયાન ઘઉંની ખરીદી માટે લઘુતમ ટેકાના ભાવે (MSP) ઓનલાઈન નોંધણી પ્રક્રિયા અંગે પણ વિચારણા કરવામાં આવશે. સરકાર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પગલાં લઈ શકે છે.

(10:17 PM IST)