<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

અમદાવાદના ઇસનપુરમાં વાંઢો જેઠ ભાન ભુલ્યો : પરિણીતાના કપડાં ફાડી બળજબરી કરવા કોશિશ

જેઠ મહિલા પાસે બિભત્સ માંગણી કરતો,જોકે આબરુ જવાની બીકે પરિવારે અઢળક વખત મહિલાને સમજાવી ઘરની વાત ઘરમાં જ દબાવી દીધી હતી

અમદાવાદના ઇસનપુરમાં મહિલાની છેડતીની કિસ્સો સામે આવ્યો છે. જેમાં જેઠે જંગલિયતની તમામ હદો વટાવી દેતા અંતે કંટાળીને પરણિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પડી હતી. ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના ઇસનપુરમાં મહિલાએ એક વ્યક્તિ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તેનો જેઠ કુંવારો છે અને રીક્ષા ચલાવે છે. તેના લાંબા સમયથી લગ્ન થયા ન હોવાના કારણે તેની આંખ નાના ભાઈની વહુ પર ઠરી હતી.

છેલ્લા કેટલાય સમયથી આ જેઠ મહિલા પાસે બિભત્સ માંગણી કરતો હતો. જોકે આબરુ જવાની બીકે પરિવારે અઢળક વખત મહિલાને સમજાવી ઘરની વાત ઘરમાં જ દબાવી દીધી હતી, પણ જેઠની અશ્લીલતા અટકી નહોતી.

તેણે અગાઉ મહિલાના કપડાં ફાડી બળજબરી કરવાની કોશિશ કરી હતી. એ સિવાય શરીર સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. અંતે કંટાળીને મહિલાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરણિતાની ફરિયાદના આધારે ઇસનપુર પોલીસે કામાંધ જેઠની ધરપકડ કરી છે.

(11:21 PM IST)