News of Wednesday, 11th March 2026
ઔદ્યોગિક ગેસ વપરાશ પર ૫૦%, ડેરી-ખાતર ઉત્પાદનમાં વપરાતા ગેસ પર ૪૦% કાપ
યુદ્ધની છાયા હેઠળ ગુજરાતમાં ઊર્જા સંકટ, ઉત્પાદન પર બ્રેક વાગશે, બેરોજગારી વધશે

અમદાવાદ તા.૧૧: ઈઝરાયલ-અમેરિકાના ઈરાન સાથેના ચાલી રહેલા યુદ્ધને કારણે હવે, વૈશ્વિક ઊર્જા બજારમાં અસ્થિરતા સર્જાઈ છે. જેની સીધી અસર હવે ભારતના ઔદ્યોગિક હબ ગણાતા ગુજરાત ઉપર પણ પડી છે. મધ્ય-પૂર્વના તણાવને કારણે ન્ફઞ્ના પુરવઠામાં મોટા પાયે વિક્ષેપ પડતા ભારત સરકારે તાત્કાલિક અસરથી ‘નેચરલ ગેસ (સપ્લાય રેગ્યુલેશન) ઓર્ડર, ૨૦૨૬' અમલી બનાવ્યો છે. આ આદેશને પગલે ગુજરાતના ઔદ્યોગિક અને સહકારી ક્ષેત્રમાં મોટા પાયે ‘ગેસ રેશનિગ' શરૂ કરીને ગુજરાત સરકારે પણ રાજ્યના ઉદ્યોગો, ડેરીઓ અને ખાતરના એકમો માટે ગેસના વપરાશમાં ૪૦ ટકાના ધરખમ કાપની જાહેરાત કરી છે.
ગુજરાત સરકારના આ નવા રેશનિગ પ્લાન મુજબ, સામાન્ય નાગરિકોને અસર કરતા ઘરેલું પાઇપ્ડ ગેસ અને વાહનવ્યવહાર માટેના CNG પુરવઠાને સુરક્ષિત રાખવા માટે ઔદ્યોગિક વપરાશ પર કાતર ફેરવવામાં આવી છે. ગુજરાતના તમામ ઔદ્યોગિક એકમો અર્થાત ઔદ્યોગિક વપરાશના ગેસ ઉપર ૫૦ ટકાનો તોતીંગ કાપ લાદવામાં આવ્યો છે. આટલો મોટો કાપ આવતા મોરબીના સિરામિક પ્લાન્ટ્સ, દક્ષિણ ગુજરાતના કેમિકલ અને ટેક્સ્ટાઇલ પ્રોસેસિગ હાઉસ સહિતના એકમોના ઉત્પાદન ચક્રને બ્રેક વાગી શકે તેમ છે. માત્ર ઉદ્યોગો જ નહીં, પરંતુ રાજ્યની જીવાદોરી સમાન સહકારી ડેરી ઉદ્યોગ અને ખેતી માટે અનિવાર્ય એવા ખાતરના ઉત્પાદન એકમોમાં પણ ૪૦ ટકા કાપ મૂકાયો છે. જેની સીધી અસર હવે, દૂધની બનાવટો અને ખાતરના ભાવ અને તેની ઉપલબ્ધતા ઉપર પણ પડવાની ભીતિ સેવાઈ રહી છે.
સરકારનો આ નવો પરિપત્ર ‘આવશ્યક વસ્તુ અધિનિયમ' હેઠળ બહાર પાડવામાં આવ્યો છે. જેની કલમ-૧૩ મુજબ આ ઓર્ડર કંપનીઓના અગાઉના તમામ વ્યાપારી કરારો (GSAs) કરતા સર્વોપરી ગણાશે. આ સ્થિતિમાં ઉદ્યોગો કાયદાકીય રક્ષણ પણ મેળવી શકે તેમ નથી. બીજી તરફ, અગ્રણી ઔદ્યોગિક મંડળોએ પણ ચિતા વ્યક્ત કરી હોવાનું જાણવા મળ્યું છે. જો આ કાપ લાંબો સમય ચાલશે તો નિકાસના ઓર્ડર્સ અને લાખો શ્રમિકોની રોજગારી ઉપર પણ માઠી અસર પડશે. ઉદ્યોગોએ હવે વિકલ્પ તરીકે મોંઘા પ્રોપેન ગેસ તરફ વળવું પડી શકે છે. જેના પગલે સરકાર પાસે પ્રોપેન પરના સ્ખ્વ્માં ઘટાડો કરવાની અને વીજળીના દરોમાં રાહત આપવાની માગણી તેજ બની શકે છે. હાલમાં સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર અને ઉદ્યોગ જગત પヘમિ એશિયાની સ્થિતિ પર મીટ માંડીને બેઠું છે.
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, સરકારની પ્રથમ પ્રાથમિકતા રાજ્યના સામાન્ય નાગરિકોના ઘરનો ચૂલો સળગતો રાખવાની છે. ગેસનો પુરવઠો ખોરવાય નહીં તેના માટે સરકાર આયોજન કરી રહી છે. રાજ્ય સરકારની પ્રાયોરિટી ઘરોમાં ગેસની બોટલ પહોંચાડવાની છે. એટલે ઈન્ડસ્ટ્રિયલ ગેસમાં ૫૦ ટકા અને ફર્ટિલાઈઝર કંપનીઓ અને દૂધની ડેરીમાં વપરાતા ગેસમાં ૪૦ ટકાનો કાપ મૂક્યો છે. કોમર્શિયલ સિલિન્ડરમાં હજુ કોઈ કાપ મૂકાયો નથી.
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
