તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th March 2026
શુક્રવારે ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સરકારનો ઋણ સ્વીકાર સમારંભ
શિષ્યવૃતિ માટે આવક મર્યાદા વધારવાનો નિર્ણય ઐતિહાસિકઃ ડો. કિરીટ સોલંકી

રાજકોટ, તા. ૧૧ઃ ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા અને અન્ય સંસ્થાઅો દ્વારા ગુજરાત સરકારનો રાજય કક્ષાનો ઋણ સ્વીકાર સમારોહ તા. ૧૩ શુક્રવારે સવારે ૯ વાગ્યે ટાઉન હોલ ગાંધીનગર ખાતે યોજાશે. અમદાવાદના ભૂતપૂર્વ સાંસદ ડો. કિરીટ સોલંકી મોરચના પ્રમુખ બન્યા બાદ આ પ્રથમ કાર્યક્રમ છે.
કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા તેમજ મંત્રીઅો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે.
ઋણ સ્વીકાર આયોજન અંગે ડો. કિરીટ સોલંકીઍ જણાવ્યું હતું કે ભાજપાનો અનુસૂચિત જાતિનો કાર્યકર્તા પરિપકવ કાર્યકર્તા છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાજયની ભાજપા સરકાર દ્વારા વર્ષ ર૦ર૬-ર૭ ના બજેટમાં ઍસ.સી./ઍસ.ટી. વિદ્યાર્થીઅો માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ યોજના અંતર્ગત વાર્ષિક આવક મર્યાદા અઢી લાખ થી વધારીને છ લાખ કરવાનો ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે સમાજ દ્વારા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની ભાજપા સરકારના ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન ગાંધીનગર છે. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિમાં વાર્ષિક આવક છ લાખ થવાથી વિદ્યાર્થીઅો માટે લાભદાયી થશે અને ભાવી પેઢીને ફાયદો થશે. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર રાજયોમાં લાગુ પડતી હોય છે. ગુજરાત સરકારે વર્ષ ર૦ર૬-ર૭ ના જનરલ બજેટમાં નાણાકીય જાગવાઇ વહન કરેલ છે. આથી અનુસૂચિત જાતિ સમાજ ઋણ અદા કરતો સમાજ છે. જેના અનુસંધાને રાજયની ભાજપા સરકારનો આભાર સહ ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાનાર છે.
ડો. કિરીટ સોલંકી
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
