તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th March 2026
હાશ... કાલથી ગરમીમાં રાહત : મંગળવાર સુધી તાપમાન ૩૭.પ થી ૩૯.૫ ડીગ્રી વચ્ચે રહેશે : અશોકભાઇ પટેલ
હવે નોર્મલ મહત્તમ તાપમાન ૩૫ થી ૩૬ ડીગ્રી ગણાય : રવિ થી મંગળવાર સુધી અમુક વિસ્તારોમાં ઝાકળવર્ષા

રાજકોટ : છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ગરમીનો સામનો કરી રહેલા ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર છે. આવતીકાલે ગરમીમાં આંશિક રાહત થશે. ત્યારબાદ ધીમે-ધીમે ઘટાડો થતો જશે. ૧૭મી માર્ચ એટલે કે આવતા મંગળવાર સુધીમાં દિવસનું તાપમાન ૩૭.૫ થી ૩૯.૫ ડીગ્રી વચ્ચે રહેશે. તેમ જાણીતા વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું છે.
તેઓ જણાવે છે કે હાલમાં ગુજરાતના કેટલાક ભાગોમાં સિવિયર હિટ વેવની સ્થિતિ છે. અનેક સ્થળો મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૭ થી ૮ડીગ્રી વધારે નોંધાયેલ. ૧૨ માર્ચથી તાપમાનમાં ધીમે ધીમે રાહત શરૂ થવાની શક્યતા છે. ૧૩ થી ૧૭ માર્ચ ૨ થી ૩ ડીગ્રી તાપમાન ઘટાડો શક્ય છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન ૩૭.૫ થી ૩૯.૫ ડીગ્રીની આસપાસ રહેવાની શકયતા છે.
હાલની હવામાન સ્થિતિ જોઇએ તો ગુજરાત રાજ્યના અનેક ભાગોમાં મહત્તમ તાપમાન હાલમાં સિવિયર હિટ વેવ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
ગઇકાલે ૧૦ માર્ચના રાજકોટ : ૪૨ ડીગ્રી(સામાન્ય કરતાં ૮ ડીગ્રી વધુ), સુરેન્દ્રનગર : ૪૧.૭ ડીગ્રી (સામાન્ય કરતાં ૭ ડીગ્રી વધુ), અમદાવાદ : ૪૧.૪ ડીગ્રી (સામાન્ય કરતાં ૭ ડીગ્રી વધુ), ડીસા : ૪૧.૩ ડીગ્રી(સામાન્ય કરતાં ૭ ડીગ્રી વધુ), ભુજ : ૪૧.૦ ડીગ્રી (સામાન્ય કરતાં ૭ ડીગ્રી વધુ), પોરબંદર : ૪૦.૯ ડીગ્રી (સામાન્ય કરતાં ૮ ડીગ્રી વધુ).
જાણીતા વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલ તા. ૧૧ થી ૧૭ માર્ચ (બૂધ થી મંગળ) સુધીની આગાહી કરતાં જણાવે છે કે આગાહી સમયગાળા દરમિયાન મોટા ભાગના દિવસોમાં પવન પヘમિથી ઉત્તર-પヘિ દિશામાંથી ફૂંકાવાની શક્યતા છે. પવનની ઝડપ લગભગ ૧૦-૨૦ કિમી પ્રતિ કલાક રહેવાની અને ૨૫ કિમી પ્રતિ કલાક સુધી ઝોકા આવવાની શક્યતા છે.
આગાહી સમયગાળાની શરૂઆતમાં આકાશ મોટાભાગે સ્વચ્છ રહેશે. ૧૦ થી ૧૭ માર્ચ દરમિયાન આકાશ ભાગ્યે વાદળછાયું અથવા છૂટાછવાયા વાદળો જોવા મળી શકે છે અને વાતાવરણમાં થોડી અસ્થિરતા વધવાની શક્યતા છે.
કચ્છ તથા પヘિ સોૈરાષ્ટ્રના મર્યાદિત વિસ્તારોમાં, ખાસ કરીને ૧૫ થી ૧૭ માર્ચ દરમિયાન, ઝાકળની શક્યતા છે.
હવેથી આગાહી સમય માટે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં નોર્મલ મહત્તમ તાપમાન ૩૫ થી ૩૬ ડીગ્રી આસપાસ ગણાય.
આજે ૧૧ માર્ચના હિટ વેવ જેવી સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે. ૧૨ માર્ચના મહત્તમ તાપમાનમાં થોડી રાહત શરૂ થવાની શક્યતા છે. ૧૩ થી ૧૭ માર્ચ દરમયાન હાલના સ્તરથી મહત્તમ તાપમાનમાં કુલ મળીને લગભગ ૨ થી ૩ ડીગ્રી ઘટાડો થવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન તાપમાન સામાન્ય રીતે ૩૭.૫ થી ૩૯.૫ ડીગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે.
હાલમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં સિવિયર હિટવેવ જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને મહત્તમ તાપમાન સમાન્ય કરતાં ૭ થી ૮ ડીગ્રી વધુ નોંધાઇ રહ્યું છે. ૧૨ માર્ચથી તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો શરૂ થવાની શક્યતા છે. ૧૩ થી ૧૭ માર્ચ દરમિયાન સોૈરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં મહત્તમ તાપમાન હાલના સ્તરથી અંદાજ ૨ થી ૩ ડીગ્રી ઓછું થવાની શક્યતા છે, જોકે તાપમાન હજુ પણ સામાન્ય કરતાં થોડું વધારે રહી શકે છે.
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
