તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 11th March 2026
કોઇને કૃત્રિમ હાથ-પગની જરૂર હોય તો આંગળી ચીંધોઃ ગોકુલધામ નાર દ્વારા કેમ્પ
માનવતા તરફ વધુ એક કદમઃ સંપુર્ણ નિઃશૂલ્ક સેવા

રાજકોટ, તા. ૧૧: સ્વામિનારાયણ ગોકુલધામ નાર દ્વારા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ના સહયોગથી દિવ્યાંગ ભાઈ-બહેનો માટે હાઈ-ટેક કળત્રિમ હાથ અને પગ વિતરણ કેમ્પ નું આયોજન કરાયેલ છે. જો આપના સંપર્કમાં કોઈ વ્યક્તિ અકસ્માત, બીમારી અથવા જન્મજાત કારણોસર હાથ અથવા પગ ગુમાવી બેઠા હોય, તો આ માહિતી તેમને ઉપયોગી થશે.
કેમ્પ તારીખઃ ૧૯ માર્ચ ૨૦૨૬ સમયઃ સવારે ૯:૦૦ કલાકે રાખેલ છે. હાઈ-ટેક કળત્રિમ પગ, હાઈ-ટેક કળત્રિમ હાથ નિષ્ણાત ડોક્ટરો દ્વારા માપ અને ફિટિંગ બધી સેવા વિના મૂલ્યે થશે.
આધાર કાર્ડ, રેશન કાર્ડ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, આવક પ્રમાણપત્ર (માસિક આવક રૂા. ૨૨,૫૦૦ થી ઓછી હોવી જરૂરી) વગેરે ડોકયુમેન્ટ જરૂરી છે.
રજીસ્ટ્રેશન માટે ૯૮૭૫૦ ૧૩૦૩૮ ઉપર સંપર્ક સાધવો કેમ્પ સ્થળઃ ગોકુલધામ નાર, તાલુકા પેટલાદ, જિલ્લો આણંદ-૩૮૮૧૫૦
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
