<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

ઈરાનમાં તણાવના કારણે ગુજરાતના અલંગના શિપ બ્રેકિંગ યાર્ડને પણ પહોંચી માઠી અસર

ગેસની અછતને કારણે શિપ તોડક કંપનીઓએ પોતાની કામગીરી ધીમી કરી દીધી

અમદાવાદ :ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિના કારણે ભારત સહિત વિશ્વના અનેક દેશો પર સંકટના વાદળો છવાયા છે. આ પરિસ્થિતિની અસર ગુજરાત પર પણ જોવા મળી રહી છે. ખાસ કરીને અલંગ શિપ બ્રેકીંગ યાર્ડમાં ગેસ પુરવઠો ઓછો મળતા ચિંતા વધતી જોવા મળી છે. ગેસની અછતને કારણે શિપ તોડક કંપનીઓએ પોતાની કામગીરી ધીમી કરી દીધી છે, જેના કારણે ઉદ્યોગ સાથે જોડાયેલા વેપાર અને રોજગારી પર પણ અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

(7:08 PM IST)