તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th March 2026
અમદાવાદમાં પોલીસ દ્વારા નવા ઝોન-8ની સત્તાવાર જાહેરાત બાદ તૈયારીઓ તેજ
પોલીસ કમિશનરે ઝોન-8 હેઠળના વિસ્તારો અને પોલીસ સ્ટેશનોની મુલાકાત લઈને વ્યવસ્થાઓની સમીક્ષા કરી:રામોલ પોલીસ સ્ટેશનમાં નવી ઝોન-8 ઉપ પોલીસ કમિશનર કચેરી કાર્યરત

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ તંત્ર દ્વારા નવા ઝોન-8ની સત્તાવાર જાહેરાત બાદ તૈયારીઓ તેજ કરવામાં આવી છે. પોલીસ કમિશનરે ઝોન-8 હેઠળ આવતા વિસ્તારો અને પોલીસ સ્ટેશનોની મુલાકાત લઈને વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. રામોલ પોલીસ સ્ટેશનમાં નવી ઝોન-8 ઉપ પોલીસ કમિશનર કચેરી કાર્યરત કરવામાં આવી છે. નવા ઝોન-8માં ઓઢવ, નિકોલ, રામોલ અને વટવા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં વટવા જી.આઈ.ડી.સી. અને નવનિર્મિત વસ્ત્રાલ પોલીસ સ્ટેશન પણ સામેલ છે. ઝોન-8ના ગઠન બાદ હવે ઝોન-4 અને ઝોન-5ના કાર્યક્ષેત્રમાં પણ ફેરફાર થવાનો છે.
(7:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
