<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

પાર્ટી છોડ્યા બાદ માત્ર 20 મિનિટમાં જ તેમને ‘ગદ્દાર’ તરીકે રજૂ કરતા પોસ્ટરો તૈયાર કરાયા : રાજુ કરપડા

આમ આદમી પાર્ટી ગુજરાતના નેતા રાજુ કરપડાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ તેમણે ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ પર પોતાને બદનામ કરવાના આક્ષેપો કર્યા

અમદાવાદ :તાજેતરમાં આમ આદમી પાર્ટી ગુજરાતના નેતા રાજુ કરપડાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ તેમણે ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ પર પોતાને બદનામ કરવાના આક્ષેપો કર્યા હતા. હવે તાજેતરમાં કરેલી પ્રેસ કોન્ફરન્સમાં કરપડાએ ફરીથી પાર્ટીના નેતાઓને આડેહાથ લીધા છે. 

તાજેતરમાં રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાંથી રાજીનામું આપ્યા બાદ ફરી એકવાર પાર્ટીના નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે જણાવ્યું કે પાર્ટી છોડ્યા બાદ માત્ર 20 મિનિટમાં જ તેમને ‘ગદ્દાર’ તરીકે રજૂ કરતા પોસ્ટરો તૈયાર કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા હતા. કરપડાના આ નિવેદનથી ગુજરાતના રાજકારણમાં ફરી ચર્ચા તેજ થઈ છે. 

(8:41 PM IST)