News of Wednesday, 11th March 2026
કાળઝાળ ગરમીનો પ્રકોપ વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં 'વોર્મ નાઈટ' ની આગાહી
આણંદનું વલ્લભ વિદ્યાનગર 42.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું

અમદાવાદ :સમગ્ર ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. સૂર્યનારાયણના આકરા મિજાજને કારણે રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી વચ્ચે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં 'વોર્મ નાઈટ' એટલે કે ગરમ રાત્રિનો અનુભવ થશે, તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આજના તાપમાનના આંકડા જોઈએ તો આણંદનું વલ્લભ વિદ્યાનગર 42.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. જ્યારે વડોદરામાં 41.6 ડિગ્રી અને રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાતા અમદાવાદીઓ ઉકળાટ અને લૂથી પરેશાન થયા છે.
હવામાન વિભાગ મુજબ, લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થવાને કારણે આજે રાત્રે ઠંડકને બદલે ગરમીનો અહેસાસ થશે. હવામાં ભેજનું પ્રમાણ અને પવનની ગતિ ઓછી રહેતા રાત્રિના સમયે પણ ઉકળાટ યથાવત રહેશે. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યા છે અને લોકો ગરમીથી બચવા ઠંડા પીણાં તેમજ તરબૂચ જેવા ફળોનો સહારો લઈ રહ્યા છે.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
