તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th March 2026
બનાસકાંઠામાં સ્માર્ટ મીટર સામે ગ્રાહકોનો ઉગ્ર વિરોધ:અમીરગઢ પંથકના બીજ ભરવા છતાં વીજ જોડાણ કપાતા લોકોમાં ભારે રોષ
કાળઝાળ ગરમીમાં લોકોના ઘરના પંખા અને લાઈટો બંધ થઈ જતા લોકોમાં આક્રોશ :અન્યાય સામે સ્થાનિક લોકોએ એકઠા થઈને વીજ વિભાગના કર્મચારીઓને ઘેરી લીધા

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પંથકમાં સ્માર્ટ વીજ મીટરના કારણે ગ્રાહકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. સમયસર વીજ બિલ ભર્યું હોવા છતાં પણ ઓનલાઈન સિસ્ટમ દ્વારા વીજ જોડાણો કાપી નાખવામાં આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ અન્યાય સામે સ્થાનિક લોકોએ એકઠા થઈને વીજ વિભાગના કર્મચારીઓને ઘેરી લીધા હતા.
સ્થાનિક ગ્રાહકોના આક્ષેપ મુજબ, જ્યારથી સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે, ત્યારથી વીજ વિભાગ દ્વારા કનડગત વધી ગઈ છે. અનેક લોકોએ નિયત સમયમર્યાદામાં બિલની ચુકવણી કરી દીધી હોવા છતાં, ટેકનિકલ ખામીને કારણે સિસ્ટમમાં બાકી બોલતું હતું અને પરિણામે અચાનક વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું હતું. આ સમસ્યાને કારણે કાળઝાળ ગરમીમાં લોકોના ઘરના પંખા અને લાઈટો બંધ થઈ જતા રોષ જોવા મળ્યો હતો.
સ્માર્ટ મીટર લગાવ્યા પછી ગ્રાહકોનો આક્ષેપ છે કે, વીજ બિલમાં મોટી ગરબડ જોવા મળી રહી છે. સિસ્ટમ દ્વારા ઓટોમેટિકલી ઓનલાઈન કનેક્શન કપાઈ જાય છે. રિચાર્જ કે પેમેન્ટ કર્યા બાદ પણ સિસ્ટમ અપડેટ ના થતી હોવાનો પણ મીટર ધારકો આરોપ કરી રહ્યા છે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
