<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

ઈરાન યુદ્ધથી ગીર સોમનાથના વેરાવળ સહિત રાજ્યના મત્સ્ય ઉદ્યોગમાં હાલાકી:નિકાસકારો મુશ્કેલીમાં મુકાયા

વેરાવળની 5,000 અને ગુજરાતની 30,000 થી વધુ બોટ પર નિર્ભર માછીમારોને ડર છે કે જો આંતરરાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે, તો માછીમારીનો ખર્ચ પરવડશે નહીં

અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા જતા તણાવને કારણે ગીર સોમનાથના વેરાવળ સહિત સમગ્ર ગુજરાતના મત્સ્ય ઉદ્યોગમાં હાલાકી જોવા મળી રહી છે. સી ફૂડ એક્સપોર્ટર્સ એસોસિએશન ગુજરાતના સેક્રેટરીના જણાવ્યા અનુસાર, જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો ફિશ એક્સપોર્ટમાં અંદાજે 10% જેટલી સીધી અસર વર્તાઈ શકે છે. હાલમાં સૌથી મોટી સમસ્યા કન્ટેનર પરત ન આવવાની સર્જાઈ રહી છે, જેના કારણે નિકાસકારો મુશ્કેલીમાં મુકાયા છે. 

   વેરાવળની 5,000 અને ગુજરાતની 30,000 થી વધુ બોટ પર નિર્ભર માછીમારોને ડર છે કે જો આંતરરાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ-ડીઝલ (Fuel) ના ભાવ વધશે, તો માછીમારીનો ખર્ચ પરવડશે નહીં. આમ, જો યુદ્ધ ચાલુ રહેશે તો દરિયાઈ ખાદ્ય પદાર્થોના ઉદ્યોગ અને માછીમારોને આર્થિક રીતે મોટું નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે.

(2:17 PM IST)