તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th March 2026
અમેરિકાના ડરના કારણે રાજયમાં એનઆરઆઈની લગ્ન સિઝન ફિક્કી
કડક ઇમિગ્રેશન નીતિના કારણે ૪૦ ટકાથી વધુ NRI ન આવ્યા : લગ્નોમાં હાજરી ઘટતાં એરલાઈન્સ, હોટલ, ઇવેન્ટ ઉદ્યોગને આર્થિક ફટકો વિદેશ અભ્યાસનો ટ્રેન્ડ પણ બદલાયો, : કેનેડા જતા વિદ્યાર્થીઓની સંખ્યા ૭૫% ઘટી

અમદાવાદ તા.૧૨: આ વર્ષે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં ચાલની એનઆરઆઈ મેરેજ સિઝન સામાન્ય રહી છે. દર વર્ષે અમદાવાદ એરપોર્ટ પર અંદાજે ૩૦ લાખ જેટલા આંતરરાષ્ટ્રીય મુસાફરોની અવરજવર રહેતી હોય છે. આમાંથી ૪૦% થી વધુ મુસાફરો એનઆરઆઈ અથવા ગુજરાતી મૂળના હોય છે. ટ્રાવેલ એજન્સીઓના જણાવ્યા મુજબ નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચેની લગ્ન સિઝન દરમિયાન ગુજરાતમાં અંદાજે ૪થી ૫ લાખ એનઆરઆઈ આવતા હોય છે. પરંતુ આ વર્ષે ઇમિગ્રેશન નિયમો અને વિઝા સંબંધિત અનિヘતિતાના કારણે આ સંખ્યા લગભગ ૪૦% સુધી ઘટી ગઈ છે. જેના કારણે વિવિધ એરલાઈન કંપનીઓને અંદાજે ૩૦% સુધીનું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવે છે.
લગ્ન સિઝન દરમિયાન લંડન, ન્યુયોર્ક, ટોરેન્ટો અને સિડનીથી અમદાવાદ તથા મુંબઈ આવતી ફલાઈટોમાં ભારે માંગ રહેતી હોય છે. ધણી વખત વન-વે ટિકિટનું ભાડું ૮૦ હજારથી લઈને દોઢ લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે. જોકે આ વર્ષે મુસાફરોની સંખ્યા ઘટતાં એરલાઈન્સની આવકમાં ઘટાડો નોંધાયો છે. ટ્રાવેલ એજન્સીઓના મતે અમેરિકાના ઈમિગ્રેશનના કડક નિયમોને કારણે ઘણા ગુજરાતીઓ ભારત આવવાનું ટાળી રહ્યા છે. ઘણા લોકોમાં એવો ભય છે કે તેઓ એકવાર ભારત આવ્યા પછી ફરીથી અમેરિકામાં પ્રવેશ મેળવી શકશે નહીં. આ અનિヘતિતાના કારણે અનેક પરિવારો લગ્ન પસંગોમાં હાજરી આપી શક્યા નથી.
આ વર્ષે એનઆરઆઈની સંખ્યા ઘટતાં હોટલ, રિસોર્ટ, ઇવેન્ટ મેનેજમેન્ટ, કેટરિગ અને મંડપ જેવી સેવાઓ પર પણ તેની અસર જોવા મળી છે. સામાન્ય રીતે વિદેશથી આવેલા મહેમાનો લગ્ન પ્રસંગોમાં મોટા પાયે ખર્ચ કરતા હોય છે, પરંતુ આ વર્ષે તેમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી રહી છે. ખાસ કરીને કેનેડા જતા વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ ૭૫% સુધી ઘટવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવે છે. એજ્યુકેશન લોનના આંકડા મુજબ વર્ષ ૨૦૨૩માં ગુજરાતમાંથી વિદેશ અભ્યાસ માટે અંદાજે ૫૯૫ કરોડ રૂપિયાની એજ્યુકેશન લોન મંજૂર થઈ હતી, જ્યારે વર્ષ ૨૦૨૫માં આ આંકડો ઘટીને ૩૭૭ કરોડ રૂપિયા રહ્યો હતો.
વિદેશ જવા માટે મેડિકલ ચેકઅપ કરાવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. કેનેડા અને યુકેમાં ભણવાનો ક્રેઝ પણ ઘટતો જોવા મળી રહ્યો છે. હવે ઘણા વિદ્યાર્થીઓ યુરોપ તરફ વળી રહ્યા છે. યુકેમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી સ્પોન્સરશિપ માટે ૨૫થી ૩૦ લાખ રૂપિયા ચૂકવવા પડતા હોવાથી ઘણા વિદ્યાર્થીઓને નાછૂટકે ભારત પરત આવવું પડે છે. વર્ષ ૨૦૨૫ની શરૂઆતથી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યુકેમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી હોવાનું પણ નોંધાયું છે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
