તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 12th March 2026
"આવા સમયે ગેરરીતિ કરનારને છોડાશે નહીં." જો કોઈ આવી માહિતી મળે તો તુરંત પુરવઠા વિભાગને જાણ કરજો : ગેસની સર્જાયેલી અછતને પગલે રસોડાથી લઈને ઉદ્યોગો સુધી તેની વ્યાપક અસર જોવા મળી રહી છે આ ગંભીર મુદ્દે ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ સરકારની રણનીતિ સ્પષ્ટ કરી
કોમર્શિયલ ગેસની કાળાબજારી અને સંગ્રહખોરીની ફરિયાદો વધતા ચેમ્બરનું ડેલીગેશન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને રૂબરૂ મળીને રજૂઆત કરશે : સરકાર હાલ રસોડા અને હોસ્પિટલોને ગેસ આપવા માટે પ્રાથમિકતા

અમદાવાદ તા.૧૨: ગુજરાતમાં હાલ ગેસની સર્જાયેલી અછતને પગલે રસોડાથી લઈને ઉદ્યોગો સુધી તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. આ ગંભીર મુદ્દે ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ સરકારની રણનીતિ સ્પષ્ટ કરી છે, તો બીજી તરફ સુરતના ઉદ્યોગકારોએ વડાપ્રધાન સુધી રજૂઆત કરવાની તૈયારી કરી છે.
ગુજરાતમાં હાલ ગેસની સર્જાયેલી અછતને પગલે રસોડાથી લઈને ઉદ્યોગો સુધી તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. આ ગંભીર મુદ્દે ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ સરકારની રણનીતિ સ્પષ્ટ કરી છે, તો બીજી તરફ સુરતના (Surat) ઉદ્યોગકારોએ વડાપ્રધાન સુધી રજૂઆત કરવાની તૈયારી કરી છે.
દિલીપ સંઘાણીએ જણાવ્યું કે ખાડીના દેશોમાંથી આવતા ગેસ અને ફર્ટિલાઇઝરના જહાજો પર બોમ્બમારાને કારણે પુરવઠો ખોરવાયો છે.
પ્રથમ પસંદગી રસોડું , ઉદ્યોગોના સપ્લાય પર કંટ્રોલ
સરકાર હાલ રસોડા અને હોસ્પિટલોને ગેસ આપવા માટે પ્રાથમિકતા આપી રહી છે. કોઈના ઘરનો ચૂલો બંધ ન થાય તે માટે ઉદ્યોગોના સપ્લાય પર કંટ્રોલ કરવામાં આવ્યો છે.
કાળાબજારી સામે લાલ આંખ
કાળાબજારી કરનારાઓને ચેતવણી આપતા તેમણે કહ્યું કે, "આવા સમયે ગેરરીતિ કરનારને છોડાશે નહીં." જો કોઈ આવી માહિતી મળે તો તુરંત પુરવઠા વિભાગને જાણ કરવા તેમણે જનતાને અપીલ કરી છે.
શિસ્તની અપીલ
લોકોમાં અરાજકતા ન ફેલાય તે માટે તેમણે લોકોને જરૂરિયાત મુજબ જ ગેસ મેળવવા અને સહકાર આપવા વિનંતી કરી છે.
સુરતમાં ઉદ્યોગોની હાલત કફોડી
સપ્લાય ચેન ખોરવાઈ: સુરતમાં કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના સપ્લાય પર બ્રેક વાગતા હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાસ કરીને ટેક્સટાઇલ એકમો પર માઠી અસર પડી છે.
SGCCI ની રજૂઆત:
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું કે ગેસની અછતને કારણે પ્રોસેસિંગ હાઉસની ચેન તૂટી છે, જેનાથી ઉત્પાદન અટકી જશે અને કામદારોની રોજગારી પર જોખમ ઊભું થશે.
PM મોદીને પત્ર: કોમર્શિયલ ગેસની કાળાબજારી અને સંગ્રહખોરીની ફરિયાદો વધતા ચેમ્બરનું ડેલીગેશન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને રૂબરૂ મળીને રજૂઆત કરશે.
ઉદ્યોગકારોની મુખ્ય માંગણીઓ
નિયમિત સપ્લાય
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ , ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને નાણામંત્રી કનુ દેસાઈને ગેસનો પુરવઠો નિયમિત કરવા વિનંતી કરવામાં આવી છે.
તપાસની માંગ
કલેક્ટર દ્વારા રોજેરોજ સ્ટોકની તપાસ કરવામાં આવે અને સંગ્રહખોરો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
