News of Thursday, 12th March 2026
અમૂલનો દૂધ સપ્લાય યથાવત રાખવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય : 80 ટકા જેટલો પુરવઠો ફાળવી દેવાયો
જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે મુશ્કેલી ન પડે તે હેતુથી એશિયાની સૌથી મોટી ડેરી અમૂલને ગેસ સપ્લાયમાં પ્રાથમિકતા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય

અમદાવાદ :વૈશ્વિક સ્તરે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધી રહેલા તણાવને કારણે ઈંધણ અને ગેસના સપ્લાય પર ગંભીર અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. યુદ્ધની આ સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ઉર્જા સંકટ ઊભું થઈ શકે છે. જોકે, ભારત સરકારે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અત્યારથી જ આગોતરા પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. સામાન્ય જનતાને જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે મુશ્કેલી ન પડે તે હેતુથી એશિયાની સૌથી મોટી ડેરી અમૂલ (GCMMF) ને ગેસ સપ્લાયમાં પ્રાથમિકતા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, અમૂલને તેના કુલ ગેસ ક્વોટાના અંદાજે 80 ટકા જેટલો પુરવઠો ફાળવી દેવામાં આવ્યો છે. આટલી મોટી માત્રામાં ગેસ સપ્લાય સુનિશ્ચિત કરવાનો મુખ્ય હેતુ એ છે કે જો આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસના પુરવઠામાં કોઈ અછત સર્જાય, તો પણ ડેરી પ્લાન્ટ્સનું કામકાજ અટકે નહીં.
GCMMFના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ આ અંગે પુષ્ટિ આપતા જણાવ્યું છે કે, સરકારના આ સહયોગથી ડેરી સેક્ટરને ખૂબ મોટી રાહત મળી છે. વૈશ્વિક કટોકટી ગમે તેટલી ઘેરી બને, પરંતુ ભારતીય ગ્રાહકોએ દૂધની અછત કે સપ્લાયમાં વિલંબ અંગે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં.
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
