<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

રાજ્યના શહેરી વિકાસ વિભાગનો મોટો નિર્ણય : તલાલા, બેચર-બેચરાજી, રાજુલા, ડાકોર, મહેમદાવાદ, ઊંઝા, રાધનપુર અને સિક્કા નગરપાલિકાના ચીફ ઓફિસરોની સાગમટે બદલી

સુરેન્દ્રનગર મનપામાં નાયબ મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક : રાજુલા, રાધનપુર, ડાકોર, કાલોલ, તારાપુર અને વલ્લભીપુરને મળ્યા નવા વડા, હળવદ, અંજાર અને ગાંધીનગર ફાઇનાન્સ બોર્ડના આદેશોમાં પણ ફેરફાર

ગાંધીનગર:ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી નવી અધિસૂચના મુજબ, વિવિધ નગરપાલિકાઓના ચીફ ઓફિસર સંવર્ગના અધિકારીઓની આંતરિક બદલી અને નવી નિમણૂકના આદેશો જારી કરવામાં આવ્યા છે. ૧૨ માર્ચ ૨૦૨૬ના રોજ જાહેર થયેલા આ હુકમમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ઉચ્ચ અધિકારીની નિમણૂક સહિત અગાઉના જૂના આદેશોમાં પણ સુધારા કરવામાં આવ્યા છે.

ચીફ ઓફિસરોની બદલી અને નિમણૂકની વિગતવાર માહિતી:
વિભાગ દ્વારા જાહેર કરાયેલ યાદી મુજબ નીચે મુજબના અધિકારીઓને તેમના હાલના સ્થળેથી બદલી કરી નવી જગ્યાએ નિમણૂક આપવામાં આવી છે:

 * શ્રીમતી દેવીબેન ચાવડા: તલાલા નગરપાલિકાથી બદલી કરી તેઓને રાજુલા ખાતે નિમણૂક આપવામાં આવી છે.
 * શ્રીમતી પ્રજ્ઞાબેન કોડીયાતર: બેચર-બેચરાજીથી તેઓની બદલી હવે રાધનપુર નગરપાલિકામાં કરવામાં આવી છે.
 * પાર્થવન જી. ગોસ્વામી: રાજુલાથી તેઓને ખસેડી ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે જવાબદારી સોંપાઈ છે.
 * સંજય પટેલ: ડાકોરથી બદલી કરી તેઓની નિમણૂક હવે કાલોલ ખાતે કરવામાં આવી છે.
 * શ્રીમતી કૈલાશબેન પ્રજાપતિ: મહેમદાવાદથી બદલી કરીને તેઓને તારાપુર નગરપાલિકામાં મુકવામાં આવ્યા છે.
 * રવિકાંત બી. પટેલ: તેઓની નિમણૂક નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં કરવામાં આવી છે.
 * જીતેન્દ્રકુમાર પટેલ: રાધનપુર ખાતે કાર્યરત હતા, જેમની હવે ઊંઝા બદલી કરવામાં આવી છે.
 * આશિષ દરજી: સિક્કા નગરપાલિકાથી બદલી કરી તેઓને વલ્લભીપુર ખાતે નિમણૂક આપવામાં આવી છે.

અગાઉના આદેશોમાં મહત્વના ફેરફાર:
બદલીઓની સાથોસાથ સરકારે અગાઉના કેટલાક હુકમોમાં પણ ફેરફાર અથવા રદબાતલ કર્યા છે:

 * તુષાર ઝાલરિયા: ૧૦-૦૭-૨૦૨૫ના રોજ તેઓની હળવદથી અંજાર ખાતે બદલીનો આદેશ કરાયો હતો, જે હવે મૂળ અસરથી રદ કરવામાં આવ્યો છે.
 * અશ્વિન પાઠક: ૦૪-૦૨-૨૦૨૬ના આદેશથી તેઓને કમિશનર, મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરીમાં મુકાયા હતા. જેમાં સુધારો કરી હવે અશ્વિન પાઠકને સચિવ, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ, ગાંધીનગર તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે.

આ હુકમનો અમલ તાત્કાલિક અસરથી કરવાનો રહેશે તેવું નાયબ સચિવ નિલેશ મોદીના હસ્તાક્ષર સાથે જણાવાયું છે.

(8:45 PM IST)