News of Friday, 13th March 2026
સરકારી કર્મીઓને મેડિકલરિ એમ્બર્સમેન્ટમાં એક વધુ પત્ની હવે ‘કુટુંબ'ની વ્યાખ્યામાં નહીં
આરોગ્ય વિભાગે તબીબી સારવારનો ખર્ચો ચૂકવવા કુટુંબની વ્યાખ્યા બદલી : કર્મચારી પર નિર્ભર ભાઈ- બહેનને લાભ મળશે, MLA માટે પણ આ જ શરતો લાગુ

અમદાવાદ,તા.૧૩: ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે સરકારી કર્મચારી- તેમના પરીવારમાં સભ્યોને મળતા તબીબી સારવારના ખર્ચ અર્થાત મેડિકલ રીએમ્બર્સમેન્ટ માટે 'કુંટુંબ'ની વ્યખ્યામાં સુધારો કર્યો છે. ગુરૂવારે પ્રસિધ્ધ નવા ઠરાવ મુજબ કર્મચારીને જો એકથી વધારે પત્ની હશે તો તેવા કિસ્સામાં તે કુટુંબની વ્યખ્યામાં નહી રહે. આથી, બીજી પત્ની કે પ્રથમ સિવાયની પત્નીના તબીબી ખર્ચમાં સરકારી રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર રહેશે નહી.
ગુજરાતના ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોને પણ ગુજરાત મૂલ્કી સેવાના નિયમો હેઠળ જ મેડિકલ રીએમ્બર્સમેન્ટ મળે છે. આથી, જો કોઈ ધારાસભ્યને એકથી વધુ પત્ની હશે તો તેમના માટે પણ ઉક્ત શરતો જ લાગુ થશે એમ મનાય છે. આરોગ્ય વિભાગના ઉપસચિવ બ્રિજેશ મોદીની સહીથી પ્રસિધ્ધ ઠરાવમાં કહેવાયુ છે કે, તબીબી સારવારના ખર્ચની ભરપાઈ માટે કુંટુંબની વ્યખ્યામાં સુધારો થયો છે.
આ સુધારા મુજબ સરકારી સેવા હેઠળના પતિ અથવા પત્ની જે સાથે રહેતા હોય તેમના કુટુંબ તરીકે તેમને આધારિત હોય તેવા સંતાનો કે જેમાં ઔરસ અથવા સાવકા બાળકોને પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત જો કર્મચારીની સાથે રહેતા માતા-પિતા, બહેનો અને સગીર ભાઈ હોય અને તે સંપૂર્ણત સરકારી કર્મચારી ઉપર આધારિત હોય તો તેમનો પણ કુટુંબમાં સમાવેશ થશે.
આરોગ્ય વિભાગે કુટુંબની વ્યાખ્યામાં સુધારાની સાથે સાથે કેટલીક મહત્વની શરતો પણ દાખલ કરી છે. જે મુજબ જે સભ્યોની પેન્શન અને અન્યસ્ત્રેત સહિતની માસિક આવક રૂપિયા ૫૦૦થી વધારે ન હોય તેમને જ સરકારી કર્મચારી ઉપર પૂર્ણતઃ આશ્રિત ગણવામાં આવશે. જો બાળક કાયદેસર રીતે દત્તક લેવાયુ હોય તો પણ કુટુંબની વ્યખ્યામાં જ રહેશે. પરંતુ, એકથી વધુ પત્નીનો સમાવેશ કુટુંબમાં થશે નહી. આ ઠરાવ મેડિકલ બિલ મંજૂર કરવા માટે પરીવાર- કુટુંબના સભ્યો અંગે વહિવટી પ્રશ્નો ઉભા થતા કરવામાં આવ્યો છે
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
